________________
૧૨
પૃથ્વીને ઈતિહાસ એ હવામાનમાં અનેક જાતના વાયુ મિશ્રણરૂપે રહેલા છે. એટલા જ વાયુ પૂર્વે પણ હશે કે કેમ એ પ્રશ્ન ઘણો જ ચર્ચાસ્પદ છે. આમ છતાં એક વસ્તુ તે નિશ્ચિત છે જ કે પૂર્વે વાયુનાં પ્રમાણે હાલ કરતાં જુદાં જ હશે. પૃથ્વીનાં અનેક સ્થળેથી મળી આવતાં કેલસાનાં પડો પુરવાર કરે છે કે એમાં કેલસો પ્રથમ હવામાં રહેલા કાર્બન ડાયોકસાઇડ ગેસમાંથી ઉત્પન્ન થયો હો જોઈએ. એક વૈજ્ઞાનિક તે એમ માને છે કે ચાક અને એવા કાર્બન ડાયોકસાઈડમાંથી ઉત્પન્ન થયેલા ક્ષારમાં વાયુ પ્રથમ હાલના હવામાન કરતાં તે ઘણે વધારે હતું. આ રીતે જોતાં એમ લાગે છે કે ઘણું લાંબા કાળ ઉપર કાર્બન ડાયોકસાઈડ ગેસ તે ઘણું જ વિસ્તૃત પ્રમાણમાં હતો.
અત્યારે તે હવામાનને મુખ્ય ભાગ નાઈટ્રોજન અને ઓકસીજન છે. એ ઉપરાંત બીજા અનેક શિથિલ વાયુ ઘણું સૂક્રમ પ્રમાણમાં મળી આવે છે. ભેજ અને કાર્બન ડાયોકસાઈડ પણ થોડા પ્રમાણમાં ભળેલા છે. શહેરમાં અને ઘરોમાં એકસીજનનું પ્રમાણ ઓછું થાય છે, જ્યારે કાર્બન ડાયોકસાઈડનું પ્રમાણ વધારે હોય છે. કેટલાંક મીલવાળાં શહેરોમાં આ વાયુનું પ્રમાણ લગભગ બમણું થઈ જાય છે. એ વાયુ લે હાનિકર્તા છે. વળી સર્વ વનસ્પતિ દિવસના કાર્બન ડાયોકસાઈડ શેષે છે અને રાત્રે બહાર કાઢે છે, એટલે એ વાયુનાં પ્રમાણમાં દિવસે અને રાત્રિએ પણ ફેર પડે છે. જે વખતે વનસ્પતિ બરાબર ખીલી રહે છે તે વખતે લગભગ કાર્બન ડાયોકસાઈડ ૧૦ ટકા વધુ હોય છે. જે કે આ વાયુનું પ્રમાણ ઘણું થયું છે, છતાં પૃથ્વી ઉપરની સર્વ વનસ્પતિને બાળતાં ઉત્પન્ન થાય એથી વિશેષ જથ્થામાં એ આખા વાતાવરણમાં ભળેલો છે.
હવામાં જુદા જુદા વાયુના કદનું પ્રમાણ નીચેના કોષ્ટકમાં બતાવ્યું છેઃ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
WWW.umaragyanbhandar.com