________________
પૃથ્વીની ઉત્પત્તિ ઘણી જ ઝડપી હતી અને ૬૫ કલાકમાં એક દિવસ પૂરો થતો. સૂર્ય અને ચંદ્રના આકર્ષણથી પૃથ્વી ઉપર સમુદ્રનાં જે મજા ઉત્પન્ન થાય છે તે પૃથ્વીની ચક્રગતિને કંઈક અંશે અવરોધે છે. કદાચ એક સમય એવો પણ આવે કે જ્યારે આ ચક્રગતિ ધીમી પડતાં એવડી થાય કે જેથી સૂર્યની આસપાસ જેટલા વખતમાં પૃથ્વી પ્રદક્ષિણા કરે છે એટલા જ સમયમાં એ એક વાર પિતાની ધરી ઉપર ફરી રહે. આ વખતે પૃથ્વીના એક જ ભાગમાં દિવસ રહેશે, જ્યારે બીજી બાજુ અંધારામાં રહેશે. બુધ અને શુક્ર આવી સ્થિતિને પહોંચ્યા છે. એમ સાબીત થયું છે. એવી પરિસ્થિતિમાં પૃથ્વીની એક બાજુ અત્યંત ઉષ્ણ હશે અને બીજી બાજુ ઘણી જ ઠંડી હશે, અને જીવન બે બાજુની સંધ્યાના પ્રદેશમાં જ ટકી શકશે. સૂર્યની આસપાસ પૃથ્વીની એક પ્રદક્ષિણા ૩૬૫ દિવસમાં પૂરી થાય છે. પૃથ્વીની કક્ષાને વ્યાસ ૨૦ કરોડ માઈલનો છે. એટલે છ માસમાં પૃથ્વી પિતાના અસલ સ્થાનથી ૨૦ કરોડ માઈલ દૂર જાય છે. પૃથ્વીની કક્ષા એકદમ ગોળ નથી, પરંતુ સહેજ લંબગોળ છે. આથી કરીને પૃથ્વી અમુક વખતે સૂર્યની વિશેષ નજીક આવે છે, અને અમુક વખતે વધુ દૂર જાય છે. સમુદ્રમાં આવતી નાની મોટી ભરતીનું કારણ પણ આ જ છે. જ્યારે સૂર્ય વધુ નજીક હોય ત્યારે મોટી ભરતી આવે છે.
પૃથ્વીના વિષુવવૃત્તનો વ્યાસ ૭,૯૨૬ માઇલને છે, જયારે ધ્રુવન વ્યાસ ૭,૯૦૦ માઇલન છે. આથી પૃથ્વી મધ્ય કટીબંધમાં વધુ ઉપસેલી છે. ઉત્તર અને દક્ષિણ ધ્રુવ વચ્ચે સપાટી ઉપરનું અંતર ૧૨,૪૧૪ માઇલ છે.મધ્યમાં ઉપસવાનું કારણ પૃથ્વીની ચક્રગતિ છે. કારણ કે ચક્રગતિને લઈને સર્વ દ્રવ્ય મધ્યથી દૂર ફેંકાવાને પ્રયત્ન કરે છે. પૃથ્વીની સપાટીનું ક્ષેત્રફળ ૧૯,૯૧,૯૯,૬૨૫ ચોરસ માઈલ છે, જેમાં જમીનનું ક્ષેત્રફળ ૫,૮૧,૬૦,૯૩૮ ચેરસ માઈલ છે, અને સમુદ્રની સપાટી ૧૪,૧૦,૩૮,૬૮૭
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com