________________
પાતંજલયોગસૂત્ર ભાગ-૨ | પ્રાસ્તાવિક ચતુર્થ પાદમાં કરેલ પદાર્થોની વિચારણા :
સૂત્ર-૪૧૨ ઉપર વિશેષ સમાલોચના, દ્રવ્ય અને પર્યાયસ્વરૂપથી જ અધ્વત્રય સમાવેશ ઘટી શકે છે અન્યથા ઘટતો નથી એ કથનમાં સ્યાદ્વાદથી સંગતિ, સ્યાદ્વાદના સ્વીકાર વગર એક અનેક પરિણામનું દુઃશ્રદ્ધાન, પુરુષનું સદા જ્ઞાતૃત્વપણું કઈ રીતે સંગત થાય છે તેની સમાલોચના, ચિત્તનું સર્વાર્થપણું કઈ રીતે એ કથનની સમાલોચના, જ્ઞાનનું આવારકપણું કઈ રીતે સંગત થાય છે તેની ચર્ચા, ક્રમના લખાણમાં ક્રમાક્રમઅનુવિદ્ધ ત્રિલક્ષણપણું સંગત, કૂટસ્થનિયણામાં માનાભાવ, પર્યાયમાં ચાર પ્રકારની સ્થિતિથી વિચિત્રપણું છે એ પ્રમાણે પ્રવચનનું રહસ્ય.
આ પ્રમાણે ઉપરોક્ત પદાર્થો ઉપર શાસ્ત્રપાઠો આપવા દ્વારા પૂજય ઉપાધ્યાયશ્રી યશોવિજયજી મહારાજે સમાલોચના કરેલ છે તેને મધ્યસ્થ પુરુષો તટસ્થ દષ્ટિથી વિચારશે તો યથાર્થ તત્ત્વની પ્રાપ્તિ જરૂર થઈ શકશે.
ગીતાર્થગંગાથી પ્રકાશિત થતાં દરેક શબ્દશઃ વિવેચનાનુસાર આ ગ્રંથમાં પણ અવતરણિકા, અવતરણિતાર્થ, સૂત્ર, સૂત્રાર્થ અને ત્યારપછી તેનો ભાવાર્થ આપેલ છે. પૂ. ઉપાધ્યાય યશોવિજયજી મહારાજ સાહેબે જે જે સૂત્ર ઉપર ટિપ્પણરૂપ વ્યાખ્યા કરેલ છે તે વ્યાખ્યા તે તે સૂત્રના ભાવાર્થ પછી ત્યાં જ આપીને એનો પણ અર્થ અને ભાવાર્થ આપેલ છે જેથી વાચકવર્ગને સમજવામાં વિશેષ ઉપયોગી થઈ શકશે.
પરમપૂજ્ય ન્યાયાચાર્ય, ન્યાયવિશારદ પૂ. ઉપાધ્યાય યશોવિજયજી મહારાજે દ્વાત્રિશદ્ધાત્રિશિકા અંતર્ગત પતંજલિઋષિએ કહેલા યોગમાર્ગને કહેનારી પાતંજલયોગલક્ષણાત્રિશિકા, ઈશાનુગ્રહવિચારદ્વત્રિશિકા, યોગાવતારાત્રિશિકા, ક્લેશતાનોપાયદ્વત્રિશિકા, યોગમાયાભ્યદ્વાત્રિશિકા ઇત્યાદિમાં ભોજદેવકૃત રાજમાર્તડ વૃત્તિને સામે રાખીને પદાર્થોની વિચારણા સમાલોચના કરેલ છે અને જૈનદર્શનના પક્ષપાત વગર પદાર્થના વાસ્તવિક સ્વરૂપને જોનારી દૃષ્ટિથી પૂજય ઉપાધ્યાય મહારાજે યત્ન કરેલ છે તે રીતે યોગના અર્થી જીવો મધ્યસ્થતાપૂર્વક પ્રસ્તુત ગ્રંથના અધ્યયન માટે અર્થ કરશે તો યોગમાર્ગની પ્રાપ્તિમાં પ્રસ્તુત ગ્રંથ ઉપકારક બનશે.
મારી નાદુરસ્ત રહેતી તબિયતમાં પૂજયોની આજ્ઞાથી અમદાવાદ-રાજનગર મુકામે સ્થિરવાસ રહેવાનું થયું. તે દરમ્યાન યોગમાર્ગ-અધ્યાત્મમાર્ગવેત્તા પં. શ્રી પ્રવીણભાઈ મોતા પાસે યોગગ્રંથોઅધ્યાત્મગ્રંથોનું વાંચન કરવાનો, સ્વાધ્યાય કરવાનો, આ લેખન કરવાનો સુઅવસર સાંપડ્યો. દ્વત્રિશદ્ધાત્રિશિકા ગ્રંથનું વાંચન પણ કર્યું, તેમાં પાતંજલયોગવિષયક બત્રીશીઓ આવી ત્યારે તે તે સૂત્રો અને તેનું વિવેચન રાજમાર્તડવૃત્તિ અનુસારે ખોલેલું, ત્યારપછી સંપૂર્ણ પાતંજલયોગદર્શનસૂત્રરાજમાર્તડવૃત્તિ સહ પ્રવીણભાઈ પાસે મયંકભાઈએ વાંચન કર્યું તે વખતે વિવેચન લખાતું ગયું. ફરી સંપૂર્ણ વિવેચનની સાંગોપાંગ પ્રેસકોપી કરવાનો લાભ મને પ્રાપ્ત થયો અને પતંજલિઋષિના યોગવિષયક પાતંજલયોગસૂત્રના વિશેષ સ્વાધ્યાયનો લાભ મળ્યો. આ બધાના મૂળમાં બીજ રોપનાર પરમપૂજય અધ્યાત્મયોગી પંન્યાસ શ્રી ભદ્રંકરવિજયજી મહારાજ સાહેબ તથા યોગગ્રંથોના વાચન