________________
૧૮
ધર્મપરિવારના વિધિ મુનિવરોની અનુષ્ઠાને અંગેની રસમય પ્રવૃત્તિ મહત્સવના ઉમંગમાં દિગુણ ઉત્સાહિત કરતા હતા.
ઘરઘર દીવડા પ્રગટાવો સારાયે મહત્સવના પ્રાણવાન પ્રેરણાદાતા પ. પૂ. આ. ભ. શ્રી ચંદ્રોદય સુરીશ્વરજી મહારાજે આ મંગલ મહેત્સવના નાનામાં નાના પ્રસંગની મહત્તા ભવ્યતાનો પરિચય કરાવતી અંજન શલાકા મહત્સવની રૂપરેખા નામની નાની શી બુક શ્રી સંઘના ઘરેઘરમાં એક માસ પહેલાં પહોંચતી કરવામાં આવી હતી. જેથી સહુ કોઈને આ અપૂર્વ મહાત્સવમાં લાભ લેવા પ્રેરણા મળી શકે. સારાયે સાબરમતીના જૈનેના લત્તામાં, સોસાયટીઓમાં વ્યક્તિગત તેમ સામૂહિક રીતે મહોત્સવના પ્રતિક તરીકે ધજાપતાકા વિમાન, હેલીકોપ્ટર એંજિન જેવી રચના કરી પ્રભુ રથ ઉપર પુષ્પવૃષ્ટિ કરવા બનાવવામાં આવ્યા હતા. તેમ ઘરેઘર હજારે લાખોની સંખ્યામાં રંગબેરંગી ઈલેકટ્રીક લાઈટ ગોઠવી એક દિવસની દિવાળી નહીં પણ સોળસોળ દિવસની દિવાળી જેવું સુંદર વાતાવરણ ખડું કર્યું હતું. જૈન કે અજૈનને ઉત્સાહ પ્રતિદિન વધત જતો હતો.
પૂજ્ય આચાર્ય ભગવંતનું આગમન આ મહોત્સવ પ્રસંગે ચાતુર્માસ બિરાજતા બંને પૂજ્યસૂરિ ભગવંત ઉપરાંત શ્રી સંઘને પરમ ઉપકારી અને આ મહોત્સવ જેઓશ્રીની નિશ્રામાં ઉજવાયે તેઓ પ. પૂ. આ. ભ. શ્રી વિજયનંદન સૂરીશ્વરજી તથા પ. પૂ. આ. શ્રી વિજય યશોભદ્રસૂરીશ્વરજી તથા પ. પૂ. આ. શ્રી વિ. પ્રિયંકર સૂરીશ્વરજી મ. તથા પ. પૂ. આ. શ્રી મહિમાપ્રભ સૂરીશ્વરજી તથા પ. પૂ. આ. શ્રી વિજયસૂર્યોદય સૂરીશ્વરજી મ. અદિ તથા પ. પૂ આ શ્રી વિજયદયરત્ન સુરીશ્વરજી મહારાજ આદિ તથા પ.