________________
૧૭
જ્યારે ભારતના પ્રાપ્યઃ તમામ પ્રદેશમાંથી ૩૦૦ શ્રી જિનપ્રતિમાજીઓને અંજનશલાકા અંગે સાબરમતી લાવવામાં આવ્યા. જે નૂતન જિનબિંબોના પ્રથમ દર્શને જ સર્વ કઈને ઉમંગ અપૂર્વ વધતા.
નવા જિનબિંબ ભરાવવાની ઉછામણી શ્રી સંઘના બન્ને જિનમંદિરમાં પ્રતિષ્ઠિત કરવાના જિનબિંબ તેમ ત્રણે જિન મંદિરમાં જોઈતા પ્રમાણમાં સર્વ ધાતુના જિનબિબાદિ: ભરાવવાની ઉછામણું કરાવવામાં આવતાં લાખોની ઉછામણી થવાપૂર્વક જુદા જુદા સાબરમતી શ્રી સંઘના જ ભાવિકોએ નવા જિનબિંબ ભરાવવાને આદેશ લીધે હતો.
વારાણસી નગરીનું આયોજન આ મહા મહોત્સવ અંગે આંબેલ ભુવનને વિશાળ મંડપ નક્કી કરવામાં આવતાં દશ હજાર ભાવિકો સારી રીતે દેવાધિદેવની થતી ભક્તિને નિહાળી શકે તે રીતે એડિટોરીયમની જેમ મંડપ બનાવી વારાણસી નગરીનું આયોજન કરવામાં આવ્યું હતું. મંડપના મધ્ય ભાગમાં ૩૦૦ જિન પ્રતિમાજીને પધરાવવા તે રીતની અંજન વેદિકા બનાવવામાં આવી હતી કે જેનું ભવ્ય દર્શન અષ્ટાપદ તિર્થની ગવાહી પૂરે તે રીતની હતી.
મહેન્સવને પ્રારંભ કારતક વદ ૧૦ થી મહામહોત્સવનો પ્રારંભ જળયાત્રાના વરઘેડાથી શરૂ થયો હતો. સંગીતકાર ગજાનન દેવીદાસ ઠાકુરની પ્રભુ ભક્તિ અંગેની જમાવટે સારે રંગ રાખ્યો હતો, જ્યારે ક્રિયાકાર ભાઈલાલભાઈ વિગેરેના પવિત્ર અનુષ્ઠાને સાથે પૂ. આ. ભગવંતે તેમ તેઓશ્રીના