________________
૧૬
પ્રતિષ્ઠા અંગે પ્રાચીન પ્રતિમાજી મેળવવા અથાગ પ્રયત્ન કરવા છતાં જેટલા જોઈએ તેટલા પ્રાચીન પ્રતિમાજી ન મળતાં શ્રી સંઘે નૂતન જિન બિંબ ભરાવી અંજન શલાકા કરાવવા નકકી કરેલ અને જેથી શ્રીકદંબ ગિરિતીથ થી પ૭ ઈચના ૧. ૫૧ ઈચના ૧ તેમ ૩૩ ઈચના ૨ તથા ૩૧ ઈચના ૨ એમ કુલ છ પ્રતિમાઓ શ્રાવણ સુદ પાંચમના લાવવામાં આવેલ હતા જે પૈકી ૫૭ ઈચના શ્રી આદિશ્વર ભગવંતના ભવ્ય પ્રતિમાજીને પ્રવેશ શ્રા. સુ. ૬ ના વહેલી સવારે હેવાથી તે અંજન વિનાના પ્રતિમાજીને ઉત્તર વિભાગના શ્રી શંખેશ્વર પાર્શ્વનાથજી ભગવંતના જિનમંદિરના ભંયરામાં પ્રવેશ કરાવવામાં આવતાં ૩ કલાકે સુધી અમી ઝરણાં થયા હતા જે શ્રી સંઘના મહદયના એંધાણ રૂપ બન્યા હતા.
મહા મહોત્સવ અંગે સમિતિની રચના
શ્રી સંધ માટે અંજન શલાકા મહત્સવને નહિવત ખ્યાલ હાઈ તે સ્વભાવિક ગણાય પણ શ્રી સંઘને અદમ્ય ઉત્સાહ પૂ. ધર્મરાજા ગુરુદેવની નિશ્રાના પરિણામે શ્રી સંઘના આબાલ વૃધે પૈકી શ્રી સંધની કમિટી ઉપરાંત બીજી ૮૧ ભાઈઓની મહોત્સવ સમિતિ નીમવામાં આવી હતી અને તે મુજબ કમિટીની પેટા કમીટીઓ નીચે દરેકને જુદી જુદી પ્રવૃતિ કરવા કન્વીનર નીમવામાં આવ્યા હતા. જેમાં પિતપોતાની ફરજ બજાવવામાં પૂરેપૂરા સજાગ હતા કે જેના ફળ તરીકે શ્રી સંઘ કલ્પનાતીત ઉત્સાહથી મહા મહોત્સવ ઉજવી શક્યો. ભારતભરમાંથી આવેલા ૩૦૦ જિન પ્રતિમાજી શ્રી સંધના શ્રી કદબગિરિ તીર્થથી લાવેલા ૬ જિનપ્રતિમાજી સિવાય જયપુરથી ૮ નવા જિન બિંબે તેમ શ્રી ચક્રેશ્વરી તથા શ્રી પદ્માવતિજીની મૂર્તિ લાવવામાં આવ્યા હતા.