________________
૧૪
શ્રયના ઉદ્દઘાટન પ્રસંગે પધારી પૂજ્ય શ્રી વીરમગામ થઈ જેઠ સુદ ૭ના સાણંદ પધાર્યા હતા.
જેઠ સુદ ૮ના સરખેજ પધારતા પિતાના પ્રશિષ્ય ગણી શ્રી. અભ્યચંદ્ર વિજયજી મ. કે જેઓશ્રીને હાર્ટની તકલીફ છેલ્લા બે વર્ષથી હતી તેઓશ્રી સામાન્ય તકલીફ થતાં એકાએક કાળધર્મ પામ્યા હતા. પૂજ્ય શ્રીને જેઠ સુદ ૧૦ના સાબરમતી બંને નૂતન જિનાલયમાં પ્રભુપ્રવેશ અંગે પધારવું અતિ જરૂરી હોવાથી પૂજ્ય શ્રી જેઠ સુદ ૧૦ના સાબરમતી પધાર્યા અને શુભ સમયે બંને નૂતન જિનમંદિરમાં પ્રગટ પ્રભાવી શ્રી શંખેશ્વર પાર્શ્વનાથજી તથા શ્રી ગૌડીજી પાર્શ્વનાથ ભગવંતાદિ પ્રાચીન પાંચ પાંચ જિનપ્રતિમાજીઓને ભવ્ય રીતે પ્રવેશ કરાવ્યું. પ્રભુ પ્રવેશ બાદ પૂજ્ય આચાર્યશ્રી સપરિવાર પાંજરાપોળ પ. પૂ. શ્રી સંઘ કૌશલ્યાધાર આચાર્ય ભગવંત શ્રી વિજયનંદન સુરીશ્વરજી મહારાજા દિની નિશ્રામાં પાંજરાપોળ જ્ઞાનશાળામાં પ. પૂ. ગુરુદેવશ્રી વૃદ્ધિચંદ્રજી મહારાજ તથા પ. પૂ. શાસન સમ્રાટ શ્રી વિજય નેમિસુરિશ્વરજી મહારાજની ગુરુમૂર્તિની પ્રતિષ્ઠા જેઠ સુદ ૧૧ ની હોવાથી સાબરમતીથી અમદાવાદ પધાર્યા હતા.
શ્રી સંભવજિન સ્નાત્ર મંડળને રજતજયંતી મહોત્સવ
ગુરુમૂર્તિની પ્રતિષ્ઠા બાદ માંડવીની પોળ નાગજી ભૂદરની પાળના શ્રી સંભવ જિન સ્નાત્ર મંડળને ૨૫ વર્ષ પૂરાં થતાં હોવાથી મંડળના સભ્યો તેમ શ્રી સંઘની વિનંતીથી પૂ. આ. ભગવંત પાંજરાપોળથી નાગજીભુદરની પિળના જૈન ઉપાશ્રયે તે દિવસે પધાર્યા હતા. કે જે દિવસે પોતાના શિષ્ય પં. શ્રી અશોકચંદ્રવિજયજી ગણિ આદિએ માંડવીની પળે ચાતુર્માસ અંગે પ્રવેશ પણ કરેલ હતું. રજતજયંતી મહોત્સવ પણ ચિર સ્મરણય રહે તે રીતે ઉજવાયા હતા. જેની કાયમી સ્મૃતિ નિમિત્તે નાગભુદરા પિળના શ્રી સંઘે તથા શ્રી સંભવનાથ જૈન દેરાસરજીના ટ્રસ્ટના