________________
૧૧ મૅડમ મેન્ટેલિની
મૅડમ મેન્ટેલિનીનું દુકાન-ઘર ખરેખર ભવ્ય હતું. દરવાને દરવાજો ઉઘાડી કેટ તથા રાફ નિકલ્બીને અંદર લીધાં. એક સુંદર સજાવટદાર ઓરડામાંથી તે તેમને એક વિશાળ દાદરે થઈ ઉપર લઈ ગયો – જ્યાં સુંદર ભવ્ય વસ્ત્રોથી અને પોશાકોથી ઝળાં ઝળાં થતાં બે મોટાં દીવાનખાનાં હતાં.
દરવાન તેમને ત્યાં બેસાડી મૅડમને ખબર આપવા ગયો. તેવામાં એક સહસ્થ દીવાનખાનામાં ડોકું લંબાવ્યું; એકલી સ્ત્રીને બદલે કોઈ બુઢ્ઢાને પણ સાથે બેઠેલો જોઈ, તરત તે બહાર કાઢી લીધું.
રાલ્ફ તરત બૂમ પાડી, “એય, કોણ છે?” રાફનો અવાજ સાંભળી તે ડોકું અને તેને ધારણ કરનાર વ્યક્તિ બંને અંદર આવ્યાં. “માર ગોળી! વાહ, નિકલ્દી છે ને!” આટલું બોલી તે વ્યક્તિ આગળ વધી અને રાફ સાથે હાથ મિલાવી ખૂબ હલાવવા લાગી. તેનો પોશાક રંગબેરંગી અને છેલછબીલા જેવો હતો. માથાના વાળ અને મૂછો પણ વાંકડિયાં હતાં.
માર ગોળી! નિકલ્હી, તમે મારે માટે તો નહિ જ આવ્યા હો!” એટલું બોલી તેઓશ્રી કેટની ભણી જ પોતાની આંખો સ્થિર, કરવા લાગ્યા.
“ના, હજુ તમારે માટે આવવાની વાર છે, ભાઈ !” રાલ્ફ મર્મમાં જવાબ આપ્યો.