________________
નિકોલસ નિકલ્ટી
* ૨ નિકોલસને જોઈ તરત જ ગ્રાઈડે રાફને કોણી મારીને કાનમાં કહી દીધું, “ગઈ કાલે મને ડરાવવા આવ્યો હતો તે જ!”
રાફ તે સાંભળી બોલ્યો, “આહા, મારા માર્ગની વચમાં જ્યાં ને ત્યાં, દરેક વળાંકે, હું જે જે કંઈ કરું તે બધામાં, આડે આવીને એ ઊભો રહે છે!”
તરત જ નિકોલસ સામે જોઈ મોટેથી તેણે કહ્યું, “ચાલ્યો જા! બદમાશ, હરામી! અહીં શા માટે આવ્યો છે? જુઠા-લબાડ ચોર!” : “તમારા શિકારને, મારાથી બને તો બચાવી લેવા, હું આવ્યો છું. તમારા જીવનના દરેક કૃત્યમાં, દરેક ચેષ્ટામાં જૂઠ અને બદમાશી સિવાય બીજું કંઈ હોતું નથી. ચોરી એ તો તમારે ધંધો છે. ગમે તેવા કઠોર શબ્દોથી કે ગમે તેવી ભારે ધક્કામુક્કીથી હું અહીંથી ચાલ્યો જવાનો નથી.”
“છોકરી!” રાલ્ફ હવે કેટને ઉદ્દેશીને કહ્યું, “તું અહીંથી ચાલી જા; અમારે આ છોકરા સાથે બળજબરી વાપરવી પડશે; બને ત્યાં સુધી તને કશી ઈજા પહોંચે એવી મારી ઇચ્છા નથી.”
પણ તેના જવાબમાં કેટ આંખો તગતગાવતી અને મેંએ લાલ લાલ થઈ જઈને બોલી, “તમે મારા ભાઈને જે કંઈ કરશો, તેનો તે તમને વ્યાજ સાથે બદલો આપશે જ. મારી સામે પણ તમારે બળજબરી વાપરવી હોય તો ભલે વાપરો; કારણ કે, હું છોકરી છું. પણ તેથી કરીને જે પ્રયોજનસર આવી છું, તેમાંથી હું પાછી ફરવાની નથી, એ જાણી રાખજે.”
“અને માનવંતાં બાનુ, આપનું મહા-પ્રયોજન શું હશે, વારુ?” રાલ્ફ કરડાકીમાં પૂછયું.
નિકોલસે જ તેનો જવાબ આપ્યો-“તમારી દગાબાજી અને કાવતરાખોરીનો ભેગ બનેલી મિસ બ્રેને જરૂર હોય તો ઘર અને