________________
સૌ સારું જેનું છેવટ સારું
૩૬૧ બહુ નાનો છે છતાં, તું તે વારસો અને મેડલીનને સ્વીકારી લે, ' એમ અમે ઇચ્છીએ છીએ; કારણ કે એના કરતાં ત્રણ ગણા - વારસાવાળી બીજી કોઈ છોકરી કરતાં મેડલીનને અમે તારે માટે વધુ લાયક ગણીએ છીએ.”
“ના જી; મેં એ વિલ પાછું મેળવવા પ્રયત્ન કર્યો ત્યારે પણ એમ જાણીને જ કર્યો હતો કે, મેડલીનનું હૃદય એવા કોઈને અપિત થઈ ચૂકેલું છે, કે જેના એની ઉપર ઘણા ઘણા ઉપકાર થયેલા છે, અને જે તેને માટે બધી રીતે લાયક પણ છે.”
“અને મહેરબાન! તમારું હૃદય તમે કોને અર્પિત કર્યું છે, એ સાફ બોલી નાંખો જોઉં! અમે જાણીએ છીએ કે, તમે મિત્ર નિકલ્બીની બહેન પાસે જઈને પ્રેમ માગી આવ્યા છો; પણ અમને – તમારા વડીલોને કહ્યા વગર, તથા અમે તમારે માટે ત્યાં ભલામણ કરીએ તે પહેલાં, તમે બારોબાર કેમ ત્યાં ફરી વળ્યા, એ કહો જોઉં!”
“તમે મારો એ પ્રેમ મંજૂર રાખો, તથા મારે માટે ભલામણ કરવા જાઓ, એવી આશા મને કેવી રીતે હોય?”
“આશા કેવી રીતે હોય?” – એમ બોલ્યા એટલે જાણે બધું પૂરું થયું! જુઓ, મિત્ર નિકલ્બી, મેડલીનનું હૃદય અર્પિત થઈ ચૂકયું છે; અને મને તમારો હાથ આપો જોઉં, – એ હૃદય તમને અર્પિત થયેલું છે. આ વિલની મિલકત તમને મળવા સરજાયેલી છે, કારણ કે એ મિલકત કરતાં કેટલાય ગણી મૂલ્યવાન વસ્તુ–મેડલીનનું હૃદય, તે તમને મળી ચૂકેલું છે. મેડલીનના અમે જે હિતેચ્છુઓ છીએ, તેમણે જેવું ઠેકાણું તેને માટે ઇચ્છયું હોત, તેવે ઠેકાણે જ તેણે પોતાનું હૃદય અધ્યું છે એટલે અમારે તેની સાથે કશી તકરાર નથી. અને આ ગાંડા ફેંકે પણ, આખી જિંદગીમાં એક જ ડાહ્યું કામ કર્યું છે અને તે એ કે, જ્યાં અમે ઇચ્છીએ ત્યાં જ પોતાનું હૃદય તેણે અપ્યું છે. એટલે તમારી બહેને ભલે સો વાર ના પાડી હશે, તેમ છતાં તેનો હાથ ફેંકને જ મળશે, એ તમને કહી દઉં છું! ખરે જ, અમારે માટે આ
નિ-૨૪