________________
નિકોલસ નિકલ્પી
રાલ્ફ વિલ કર્યા વિના મરી ગયો હતો. એટલે નિકોલસ વગેરે જ તેનાં નિકટનાં સંબંધી હોઈ, તેમને તેની મિલકત મળી શકે તેમ હતું. પણ તેઓએ તેના એ પૈસા સ્વીકારવા ના પાડી. એટલે છેવટે એ બધી પાપની મિલકત સરકારી તિજોરીમાં જમા થઈ ગઈ.
૩૭૦
ગ્રાઈડે મેડલીનવાળું વિલ ગેરકાયદે કબજે કરેલું હોવાથી, તેના ઉપર પણ કેસ ચાલ્યો. પરંતુ કાયદાની છટકબારીઓથી તે છેવટે સહીસલામત નીકળી ગયો. પણ કેટલાંક વર્ષો બાદ, તેની પાસે ઘણા પૈસા એકઠા થયેલા છે એવી વાત ચાલ્યા જ કરતી હોવાથી, એક રાતે તેના ઘરમાં ચોરો પેઠા; અને બીજે દિવસે પથારીમાં જ કમકમાટીભરી રીતે તેનું ખૂન થયેલું માલૂમ પડયું.
પેગ ડોસીને પણ સ્ક્વેિયર્સ સાથે જ દરિયાપાર દેશનિકાલ થવું પડયું; અને તે તો પછી જીવતી પાછી ફરી શકે તેમ હતું જ નહિ. બ્રૂકર પસ્તાવો કરતો મરણ પામ્યો. સર મલબેરી હૉક પરદેશોમાં મોજમજા ઉડાવતો રહ્યો; પણ જ્યારે દેશમાં પાછો આવ્યો, ત્યારે લેણદારોએ તેને જેલમાં નંખાવ્યો અને જેલમાં જ તે મરણ પામ્યો.
નિકોલસ તવંગર થયો એટલે તેણે પહેલું કામ એ કર્યું કે, પોતાના પિતાનું જૂનું ઘર પાછું ખરીદી લીધું. વખત જતો ગયો અને તેનું કુટુંબ વધતું ગયું, તેમ તે મકાનમાં નવા ભાગ ઉમેરાતા ગયા; પણ જૂના ઓરડા જેમ ને તેમ સાચવી રાખવામાં આવ્યા હતા.
તે જ મકાનથી ફેંકેલો પથ્થર પહોંચે એટલે ક્રૂર કેટનું મકાન આવેલું હતું. તેની આસપાસ પણ નવા મધુર ચહેરાઓ કલબલ કરતા થયા હતા. પણ તે પોતે તો હતી તેવી જ મધુર ભલીભોળી કેટ જ રહી હતી.
મિસિસ નિકલ્બી થોડો વખત પુત્રી સાથે રહેતી અને થોડો વખત પુત્ર સાથે. જ્યારે બંને કુટુંબો ધંધાનાં કારણોએ લંડન રહેવા ચાલ્યાં જતાં, ત્યારે તે પણ લાંડન જતી. છોકરાં ઉછેરવાના પોતાના અનુભવોનો