Book Title: Nikolas Nikalbi
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Parivar Prakashan Sahkari Mandir Ltd

Previous | Next

Page 424
________________ ૩૬૮ નિકોલસ નિકલ્ટી ચમચો ફટકાર્યો, તેવામાં તો બધા છોકરા બૂમો પાડતા તેના ઉપર તૂટી પડ્યા અને તેના મોંમાં જ એ પીણું રેડવા માંડ્યું. તે બિચારી પીએ કે ન પીએ પણ તેનું મોં દંડા વડે ફાડી એ પીણું તેમાં ચમચાથી રેડવામાં આવતું હતું. બીજી બાજુ કેટલાય છોકરાઓ સ્કિવયર્સના છોકરા વકફોર્ડને પકડી, તેનું આખું માથું જ એ ગંધકરસના કૂંડામાં વારંવાર બોલતા હતા. પછી તો ફેની તરફ પણ બીજું ટોળું ધસી ગયું, અને તેની તેમણે બૂરી ગત કરવા માંડી. એ અરસામાં જ બ્રાઉડી ત્યાં મારતે ઘોડે આવી પહોંચ્યો. બ્રાઉડીએ આવી એ લોકોને રોક્યા, શાબાશી આપી, અને સાથે સાથે સ્ત્રીઓ ઉપર હાથ ન ઉપાડવા “અપીલ' કરી. બ્રાઉડીની એ યુક્તિ સફળ નીવડી. પેલાંઓને ન મારવાની જ વાત કરી હોત, તો તો કોઈ તેનું ન સાંભળત. તેણે હવે એ લોકોને મળેલી આઝાદીના પોકારો મોટેથી કરાવવા માંડ્યા, એટલે છોકરાઓ બીજું બધું છોડી તેની આસપાસ જ “હુ-એ, હુરેએ” કરતા દોડી આવ્યા. બ્રાઉડીએ હવે ભાષણ શરૂ કર્યું કે, માસ્તરને સાત વરસ દેશનિકાલની સજા થઈ છે, અને પછી પણ બીજી સજા થવાની છે; લંડનથી પોતાને ઘેર આવેલા તેમના જૂના માસ્તર નિકોલસે જ આ વાત કહી છે; માટે હવે આ નિશાળ બંધ થાય છે, અને તમે સૌ સૌને ઘેર રવાના થઈ જાઓ! જોકે, કેટલાંય માબાપોએ પોતાનાં બાળકોને પાછાં બોલાવવાની વ્યવસ્થા કરી દીધી હતી; પણ કેટલાંયને ઘર કે માબાપ જેવું કંઈ હોવાની ખબર જ નહોતી. તેવાં કેટલાંયને બ્રાઉડીએ અને તેની પત્નીએ ખાવા-પીવાનું તથા થોડું ઘણું રોકડ આપીને મદદ કરી. તેમ છતાં કેટલાંય છોકરાં દિવસો સુધી આસપાસના રસ્તાઓ ઉપર ઠંડીથી-થાકથી-ભૂખથી રવડતાં રહ્યાં હતાં ! જેવી શાળા તેવો તેનો અંત આવ્યો !

Loading...

Page Navigation
1 ... 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436