________________
૩૬૪
નિકોલસ નિકલ્બી “ઘરડાં થયાં છીએ, એટલે જ હવે આપણને એકબીજાની સોબતની વધુ જરૂર પડશે; ભલે, અત્યાર સુધી આપણે એકલાં એકલાં જ દિવસો ખેંચી કાઢયા.”
“વાહ, મિ૦ લિંકિનવૉટર, તમેય ભારે મશ્કરીખોર છો!” “ના, હું જરાય મશ્કરીની વાત નથી કરતો.” “પણ લોકો જ એ વાત સાંભળી પેટ પકડીને હસવા લાગશે.”
“તો તો વધુ સારું; આપણે તેમની સાથે હસવા લાગીશું. અને તમે તમારી જાતને જ પૂછી જુઓ કે, આપણે જ્યારથી એકબીજાના પરિચયમાં આવ્યાં છીએ, ત્યારથી આપણે કેટલો આનંદ માણતાં આવ્યાં છીએ?”
હા, એ તમારી વાત સાચી છે, પણ શેઠ-ભાઈઓ આ જાણી શું કહેશે?”
વાહ, તમે ના સમજ્યાં? તેઓ જાણી જોઈને તો આપણને એકલાં મૂકીને ગયા, જેથી હું આ વાત ઉપાડી શકે.”
“વાહ, મારાથી તો તેમને મોં પણ ફરીથી નહિ બતાવી શકાય!”
બધાં જમવા ઊઠે તે વખતે જ ન્યૂમેન નૉગ્સ આવી પહોંચ્યો. તેને શેઠ-ભાઈઓએ બોલાવ્યો જ હતો;–અરે, આ બધી ગોઠવણો કરવામાં તે જ શેઠિયાઓને મદદ કરી રહ્યો હતો. પણ અત્યારે તે પોતાની જૂની રીત પ્રમાણે, સદ્ગૃહસ્થને ભોજન વખતે ઘટે તેવાં કપડાંમાં સુસજજ હતો.