________________
૩૬૨
- નિકોલસ નિકલ્ટી સુખીમાં સુખી દિવસ છે. જો અમારાં માં અમારો આ સુખી દિવસ જોવા જીવતાં રહ્યાં હોત, તો તેમને કેવો આનંદ થાત ! ખરું ને ભાઈ ને?”
આ છેલ્લું વાક્ય તેમણે મિસિસ નિકલ્બી સાથે હવે એ ઓરડામાં પ્રવેશતા ભાઈ નેડને સંબોધીને કહ્યું હતું. ભાઈ નેડે જવાબમાં ભાઈ ચાર્લ્સને પોતાની બાથમાં જ વીંટી લીધા.
તરત જ બંને જુવાનોને તેમની પ્રેયસીઓ પાસે નિપટી લેવા અલગ અલગ મોકલી દેવામાં આવ્યા.
ટિમ લિંકિનવૉટરે હવે બંને ભાઈઓને કહ્યું, “તમે તો કહ્યું હતું ને કે, મિ0 નિકલ્ટી અને મિત્ર ફેંકને ખૂબ રગરગાવ્યા પછી જ તેમને ખરી વાત જણાવવી છે? પણ તમે તો બહુ જલદી આખી વાતનો ભંડો ફોડી નાંખ્યો !”
બંને ભાઈઓ હસતા હસતા બોલી ઊઠ્યા, “તું ભાઈ, જીવનભરનો વાંઢો માણસ, તે તને તો પ્રેમીઓને રગરગાવવાના જ વિચાર આવે! પણ તું કોઈ વીસ-નખીના પ્રેમમાં પડ્યો હોત અને તે પણ એવી કે, જે તને ખાસો ઊંચો-નીચો કરે, તો કેવું સારું થાત?”
એટલું કહી, મિસિસ નિકલ્વી, જે હવે આનંદાશ્રુ સારતાં બેઠાં હતાં, તેમને જરા શાંત પાડવા ખાતર બંને ભાઈઓ બહાર બોલાવી ગયા.
પણ આ શું થયું? હવે તો આ ઓરડામાં મિસ લા કીવી અને મિ0 ટિમ લિંકિનવૉટર બે જ જણ બાકી રહ્યાં. અને મિસ લા ક્રીવી જેવી બાઈ આનંદાશ્રુ સારતી બેઠી હોય, પછી ટિમ લિંકિનવૉટર ભલેને હજાર ટિમ લિકિનવૉટર કેમ ન હોય, તેમ છતાં તેમણે આશ્વાસન આપવા ખાતર પણ મિસ લા ક્રીની પાસે જવું જ જોઈએ ને?
“ના રડશો!” ટિમે કહ્યું,