Book Title: Nikolas Nikalbi
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Parivar Prakashan Sahkari Mandir Ltd

Previous | Next

Page 415
________________ સી સારું જેનું છેવટ સારું ૩પ૯ ઓએ સૌને હાર્દિક આવકાર આપ્યો. કેટને મનમાં ડર હતો કે, ટૂંકનો કિસ્સો તેઓ જાણતા હોવાથી, તેનો સત્કાર નહીં થાય, પણ તે લોકોએ તો તેને જાણે ખાસ આવકાર આપ્યો. - “બેટા, તું મેડલીન તારે ઘેરથી ગઈ પછી તેને મળી જ નથી કેમ?” ભાઈ ચાલસેં કેટને પૂછયું. ના જી; એક વખત નહીં.” “તેણે પણ તને કંઈ લખ્યું-કારવ્યું નથી?” “એક જ કાગળ લખ્યો છે; મને પણ નવાઈ લાગે છે કે, આટલી જલદી તે કેમ જ મને ભૂલી જાય !” “બિચારી દીકરી! જુઓ ભાઈ નેડમેડલીને એને એક જ વખત પત્ર લખ્યો છે–એક જ વખત! એ તે રીત છે? અને આ આપણી મીઠડી, પછી મેડલીન જલદીથી પોતાને ભૂલી ગઈ એમ ન માને, તો શું કરે?” “બહુ દિલગીર થવા જેવી બાબત છે, ભાઈ, ખરેખર દિલગીર થવા જેવી.” બંને ભાઈઓએ પછી આંખોથી કંઈક નિશાની કરી લીધી અને એકબીજાના હાથ મિલાવ્યા. જાણે તેમણે ધારેલું જ બરાબર બન્યું હોય તે માટે એકબીજાને ધન્યવાદ આપતા ન હોય! “જો, બેટા, પેલા કમરામાં જા; ત્યાં ટેબલ ઉપર તેનો પત્ર પડ્યો છે કે નહિ એ જોઈ લે. મને લાગે છે કે, એક કાગળ છે જ. અને કાગળ ત્યાં હોય તો જલદીથી અહીં પાછા ફરવાની જરૂર નથી; કારણ કે, હજુ જમવા બેસવાની ઘણી વાર છે.” પછી ભાઈ ચાર્લ્સ મિસિસ નિકલ્ટી તરફ ફરીને કહ્યું, “અમે તમો સૌને જરા વહેલાં બોલાવ્યાં છે, તેનું કારણ છે; વચગાળામાં અમારે થોડી વાત કરી લેવાની છે. તો ભાઈ નેડ, આપણે નક્કી કર્યું છે તેમ, તમે એ વાત મિસિસ નિકબીને કરવા માંડો. અને મિ0 નિકબી, તમે જરા મારી સાથે આવો તો.”

Loading...

Page Navigation
1 ... 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436