Book Title: Nikolas Nikalbi
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Parivar Prakashan Sahkari Mandir Ltd

Previous | Next

Page 360
________________ ૩૧૦ નિકોલસ નિકલ્ટી દેવા માટે તેણે કેટનો હાથ જોરથી પકડ્યો. નિકોલસની આંખમાંથી તણખા વરસવા લાગ્યા. તેણે તરત રાફને કૉલરથી પકડયો, – અને તે બે વચ્ચે રમખાણ જ મચી ગયું હોત; પણ એટલામાં ઉપરથી ભારે કાંઈક વજન જમીન ઉપર પછડાયાનો અવાજ આવ્યો અને પછી ઉપરાઉપરી કારમી ચીસો સંભળાવા લાગી. બધા જડસડ થઈ એકબીજા સામે જોઈ રહ્યા. ચીસો બાદ ઝડપથી ઉપર દોડી જતાં પગલાંનો દડબડ અવાજ હવે સંભળાવા લાગ્યો. પછી અનેક તીણા અવાજો ભેગા થઈ એક મોટી બૂમ સંભળાઈ, “અરેરે, મરી ગયા!” આ સાંભળી, તરત જ નિકોલસ ઉપર દોડી ગયો. જુએ તો કેટલાંક માણસો ત્યાં ભેગાં થઈ ગયાં હતાં. બે જમીન ઉપર પડેલો હતો અને તેની દીકરી તેને વળગી રહી મૂછમાં પડી હતી. શું થયું? કેવી રીતે થયું?” નિકોલસે ઉપરાઉપરી પ્રશ્નો પૂછવા માંડયા. કેટલાય જણે જે જવાબો આપ્યા, તે ઉપરથી તેને સમજાયું કે, મિ) બે ખુરશી ઉપર વિચિત્ર દશામાં કયારના બેઠેલા હતા, તેમને ઘણી વાર બોલાવવામાં આવ્યા, પણ તે ન બોલ્યા, એટલે કોઈએ જઈ તેમને હલાવ્યા, ત્યારે તે નીચે ગબડી પડ્યા : તે મરી ગયેલા હતા. “આ મકાનનું માલિક કોણ છે?” ઉતાવળે નિકોલસે પૂછયું. એક પ્રૌઢાને બતાવવામાં આવી. પેલા શબને વળગીને પડેલી મેડલીનને છૂટી કરતાં કરતાં નિકોલસ બોલ્યો, “આ બાનુના નજીકમાં નજીકના પરિચિત સંબંધીઓમાંનો હું છું. તેમની બુઠ્ઠી નોકરડી એ વાત જાણે છે. મારે આ બાનુને આ દુ:ખદ વાતાવરણમાંથી એકદમ ખસેડવી પડશે–તે અત્યારે લગભગ ભાગી પડવાની સ્થિતિમાં છે. આ મારી બહેન છે, તે તેની સંભાળ લેશે. મારું નામઠામ આ કાર્ડ ઉપર છે. દરમ્યાન તમે, સૌ દૂર હઠો, જેથી જરા હવા આવે.”

Loading...

Page Navigation
1 ... 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436