________________
૬૨ મેડલીન અને કેટ
ચિયરીબલ ભાઈઓ પરદેશની મુસાફરીએથી પાછા આવ્યા, ત્યારે તેમણે બધી વાત સાંભળી, અને તેમાંય નિકોલસે પેલા બદમાશોના હાથમાંથી મેડલીનને છોડાવી લાવવામાં એકલે હાથે જે ખબરદારી તથા બહાદુરી દાખવી હતી, તેથી તેઓ ઘણા જ ખુશ થયા.
અલબત્ત, મેડલીનને જે કારમો આઘાત લાગ્યો હતો, તથા છેવટનાં કેટલાંય વરસોથી તે શરીરની અને મનની જે વેદના અને ચિંતા વેઠી રહી હતી, તે બધાની અસર રૂપે તે કારમી બીમારીમાં સપડાઈ ગઈ. કોઈ કોઈ વાર તો તેની બુદ્ધિશક્તિ કે સ્મૃતિ કાયમની નષ્ટ થઈ જશે કે શું, એવો ભય ઉત્પન્ન થવા લાગ્યો. તેનું જીવન જ જાણે કાચે તાંતણે લટકી રહ્યું હતું !
પણ મૃત્યુ અને ગાંડપણ એ બે સાથે મેડલીને આદરેલા મહાજંગમાં કેટે તેને ખૂબ સાથ આપ્યો. અને એ કારણે એ બેનાં અંતર અરસપરસના સ્નેહભાવમાં ખૂબ ગૂંથાઈ ગયાં.
નિકોલસ જ્યારે ઑફિસેથી ઘેર પાછો ફરતો, ત્યારે ઘણી વાર મૅન્ક ચિયરીબલ તેની સાથે આવતો. તેના મામાઓ તેને મેડલીન અંગેની છેલ્લી ખબર જાણી લાવવા મોકલતા. ટ્રૅક મેડલીનની ખબર તો પૂછી લાવતો; પણ કોણ જાણે શાથી, કેટની ખબર જ તે વારંવાર પૂછયા કરતો !
મિસિસ નિકલ્બીને હવે ઘણું કામ મળ્યું હતું. તેમને ખાતરી થઈ ગઈ હતી કે, ફેંકની નજરમાં કેટ વસી ગઈ છે. અને પોતાની એ ખાતરી ખોટી ન પડે તે માટે, મિસિસ નિકલ્બીએ સીધી વ્યૂહરચના જ આરંભી દીધી.
૩૧૩