________________
વડો
પાપનો ઘડો
૩૩૧ " દારૂ પીને કોઈનું ખૂન કરી બેસે, તો પોતે ઉપરથી તેને પૈસા આપે!
એ માણસ હવે ઝટપટ સંસારમાંથી દૂર થવો જોઈએ! પોતાની ઘણી વાતો તથા રીતરસમોનો તે માહિતગાર હતો !
થોડી વાર બાદ નોકરડી ખબર લાવી કે, એક સહસ્થ નીચે આવ્યા છે, અને તમને મળવા માગે છે.
આવનારને બારોબાર વિદાય ન કરી દેવા માટે રાફ નોકરડી ઉપર ચિડાયો; પણ પછી પોતે નીચે ઊતર્યો અને જુએ છે તો મિત્ર ચાર્લ્સ ચિયરીબલ બેઠેલા હતા.
વાહ, આપની મુલાકાત તો અણધારી કૃપા કહેવાય, સાહેબ.”
હા, હું જાણું છું કે, તે અણગમતી તો છે જ.”
“પણ સાહેબ, આપ પેલા બારણેથી એક પણ શબ્દ બોલ્યા વગર બહાર ચાલ્યા જવાની કૃપા કરશો, તો હું આપનો બહુ આભારી થઈશ.”
જુઓ, મિ0 નિકલ્બી, હું પણ મારી મરજી વિરુદ્ધ જ અહીં આવ્યો છું. હું એક વસ્તુ તમારે કાને નાખવા માટે આવ્યો છું, જેથી તમને છેવટે પસ્તાવાનો વારો ન આવે. બોલો, સાંભળવી. છે એ વાત?”
તમે કશું સંભળાવવા જ આવ્યા હો, તો આ ભીંતોને અને ફરનિચરને સંભળાવજો. અને તમારો અહીં બેસવાનો જ આગ્રહ હોય, તો હું જ બહાર ચાલ્યો જાઉં છું.” અને એમ બોલી રાજુ ખરેખર બહાર જવા નીકળ્યો જ.
ચાર્લ્સ ડોસા તેની પાછળ જ ઊભા થઈ ગયા. તેમણે એટલું જ કહ્યું, “તો ઠીક, જ્યારે તમને એ વાત જાણવાની ખાસ જરૂર લાગે, ત્યારે જરૂર મારે ત્યાં ચાલ્યા આવજો. હું, મારા ભાઈ નેડ, અને ટિમ લિકિનવૉટર તમને એ અંગે ખુલાસો કરીશું. પણ મહેરબાની કરીને જલદી આવજો. નહિ તો એવું મોડું થઈ ગયું હશે કે, પછી કશું હાથમાં નહિ રહે. અને એ વાત પણ