________________
ભૂકરનું કબૂલાતનામું
૩૪૩ હોવા છતાં, તમને પણ હું વધાઈની મોટી રકમ આપવા તૈયાર થઈ જાઉં !”
“નિકોલસ પણ નથી મરી ગયા; જે મરી ગયો છે, તેનું નામ સાંભળવા, હે ઘાતકી માણસ, હવે તું તૈયાર થા. તે જ એને મારી નાખવા તારાથી થાય તેટલા ઉપાયો કર્યા છે. અને જ્યારે તું જાણશે કે, એ બિચારા અનાથ – અસહાય છોકરા ઉપર નંખાય તેટલું દુ:ખ જ નાખવાનો તે પ્રયત્ન છેવટ સુધી કર્યા કર્યો છે, ત્યારે તારા પસ્તાવાનો પાર નહિ રહે.”
“જો સ્માઈકડો મરી ગયો છે, એમ તમે કહેવા માગતા હો, તો તમે બીજું જે કંઈ કહ્યું તે બધાની તમને માફી આપી દઉં છું; અને બદલામાં આખી જિંદગી તમારો વણ-ખરીદ્યો ગુલામ થવા તૈયાર છું. જુઓ, તમારા મોં ઉપરથી જણાય છે તેમ, આ ઝઘડામાં કોણ જીત્યું?– તમે કે હું? આ સમાચાર જણાવી તમે મને આઘાત પહોંચાડવાનો વિચાર રાખ્યો હશે, પણ એ સમાચાર તો આજના દિવસના મારે માટે શુભમાં શુભ સમાચાર છે, સમજ્યા? એ સમાચારથી દુ:ખી કોણ થયું છે, તે તો એ સમાચાર લાવનાર મારો દુશમન પેલા ખૂણામાં માં સંતાડીને બેઠો છે, એ ઉપરથી જણાશે. સ્માઈકડાને તે મારી સજામાંથી બચાવવા ગયો, પણ જુઓ તેને જ કેવી સજા થઈ છે તે!”
તમે મને તમારો ભત્રીજો નિકોલસ માની લીધો કે શું? જુઓ હું કોણ છું,” એમ બોલતો એ માણસ ખૂણામાંથી નીકળી આગળ આવ્યો. તે બૂકર હતો.
“પણ આ બદમાશનું અહીં શું કામ છે? તમે લોકો જાણો છો કે, તે તો સજા પામેલો ગુનેગાર છે?”
બંને ભાઈઓ હવે બોલી ઊઠ્યા, “એ માણસ જે કહે છે, તે જરા સાંભળી તો લો.”