________________
બંકરનું કબૂલાતનામું
૩૪૧ સાથે લાવવા કહ્યું. તેથી મેં તે કાગળ મારા ખીસામાં રાખ્યો, એની આ બધી મોંકાણ થઈ છે!”
પણ તમને તેઓ કશું કરી શકે તેમ નથી. ઊલટું, ખોટી રીતે કેદમાં પૂરવા માટે તમે સામો દાવો માંડી શકશો. આપણે એવી વાત ઉપજાવી કાઢીશું કે, આનાથી વીસ ગણા ફાંદામાંથી પણ તમે સહીસલામત નીકળી જાઓ! તમારા હજાર પાઉડના જામીન માગશે, તો તે પણ હું ભરી દઈને તમને છોડાવીશ; પછી શો વાંધો છે? આવે વખતે તો માણસે પોતાને નુકસાન ન થાય તેવું બોલાઈ ન જાય તે માટે સાવચેત રહેવું જોઈએ; તેને બદલે દારૂ પી આમ ભાનભૂલા બની રહેવાતું હશે?”
“ભલે મેં દારૂ પીધો. નવરો બેઠો બીજું શું કરતો પણ શું? પણ તમે હવે સાંભળતા જાઓ કે, મારે હવે કશી વાતો ઉપજાવી કઢાવવી નથી; આટલાથી જ હું ધરાઈ ગયો છું. હવે તો જો કેસ મારી વિરુદ્ધ જતો લાગશે, તો હું સાચી જ વાત કહી દેવાનો કે, હું તો મિ૦ રાફ નિબીએ બતાવેલું કામ જ કરવા ગયો હતો; બીજી કશી વાતની મને ખબર જ નહોતી.”
પણ એટલામાં ઘોડાગાડી આવતાં ક્િવવ્યર્સ, પોલીસ સાથે ચાલતો થયો.
રાફ સમજી ગયો કે, આ કાયર માણસ ડરી ગયો છે; હવે તેની પાસેથી કશાની આશા રાખવી ફોગટ છે.
રાલ્ફ ત્યાંથી ઘેર પહોંચ્યો. કામવાળી બાઈ માંદી થઈ ગઈ હોવાથી, રજા લઈ રવાના થઈ. રાલ્ફ એકલો ખાધાપીધા વિના માથે હાથ ઉપર ટેકવી બેસી રહ્યો. ગઈ રાતથી જ તેણે કશું ખાધું ન હતું. તેને જાણે તાવ ચડયો હોય તેમ લાગતું હતું. તેણે પાણીનો એક ગ્લાસ પી લીધો.