________________
૩૩૬
નિકોલસ નિકલ્બી “હા, હા, તમારાં કારનામાંની બધી સાબિતીઓ તૈયાર છે. સ્નૉલીએ અહીં આવી ગઈ કાલે બધી કબૂલાત કરી દીધી છે.”
પણ સ્નૉલી એ વળી કઈ ચીજ છે? અને તેની કબૂલાતને ને મારે શું લાગેવળગે છે?”
હવે બંને ભાઈઓ, ટિમ, અને નૉઝ એ ચારે જણે બાજુએ જઈ થોડીક વાતચીત કરી લીધી. અને પછી એ લોકોએ રાફ આગળ ખુલાસાવાર જે વાત કહી, તે આ પ્રમાણે હતી –
“અમને એક માણસ પાસેથી ખાતરી મળી કે, સ્માઈક સ્નૉલીનો પુત્ર નથી જ. એ માણસ અમે હમણાં રજૂ કરવા માગતા નથી. અને એ માણસે સોગનપૂર્વક પોતે આપેલી માહિતીની સચ્ચાઈની અમને ખાતરી કરી આપી, એટલે અમે સ્નૉલીના સ્માઈક બાબતના દાવાની સચ્ચાઈ વિષે શંકા કરીને, એ આખી બનાવટ કોણે કેવી રીતે ઊભી કરી છે, તેની તપાસ કરી; તો તમે તે આખું તરકટ ઊભું કર્યાની માહિતી મળી આવી. પણ સ્નૉલીએ જે કાગળિયાં રજૂ કર્યા હતાં તે, સામા પુરાવા વગર, ખોટાં કરાવી શકાય નહિ. એટલે અમે એક બાહોશ વકીલની સલાહ પ્રમાણે કારવાઈ શરૂ કરી. અને એક બાજુ સ્માઈકનો કબજો પેલા લોકો લઈ ન લે તેવી સંરક્ષણાત્મક કારવાઈ જારી રાખીને, બીજી બાજુથી સ્નૉલી ઉપર દબાણ લાવવા માંડયું. પણ સ્નૉલી બહુ પાકો ગઠિયો હતો, તે ઝટ માને તેવો ન હતો.
“પણ એવામાં એક અણધાર્યો બનાવ એવો બન્યો કે જેથી છેવટે સ્નૉલીને માન્યા કહેવું પડ્યું. ન્યૂમેન નૉગ્સ ખબર લાવ્યા કે, સ્કિવયર્સ ફરીથી લંડન આવ્યો છે અને તમારી તથા તેની વચ્ચે મુલાકાત ગોઠવાઈ છે. મુલાકાત દરમ્યાન નૉગ્સને બહાર કાઢવામાં આવ્યા હતા, એટલે કશું બીજું કાવતરું ગોઠવાય છે એવી શંકા ઉપરથી, એ સ્કલ-માસ્તરનો પીછો પકડવામાં આવ્યો. પણ એમ માલૂમ પડયું કે, એ સ્કૂલમાસ્તર તો રાફ કે સ્નૉલી એ કોઈ સાથે કશો સંબંધ રાખ્યા