________________
પાપનો ઘડો
૩૩૭ વિના એકલો જ જુદી જગાએ રહેવા ચાલ્યો ગયો છે, ત્યારે તેનો પીછો બંધ કરવામાં આવ્યો. પરંતુ એક દિવસ અચાનક ન્યૂમેને રાલ્ફ અને ક્િલયર્સને એક શેરીમાં ફરતા જોયા. તેઓ જુગારીઓ, દારૂડિયાઓ વગેરે હલકટ લોકોના અડાઓમાં ફરતા હતા, અને એક ડોસીની ભાળ મેળવવા પ્રયત્ન કરતા હતા. ન્યૂયૅને વધુ પૂછપરછ કરીને જાણી લીધું કે, એ લોકો જે ડોસીની તપાસ કરતા હતા, તે ગ્રાઈડને ત્યાંથી ચોરી કરીને નાસી ગયેલી પેગ ડોસી હતી. એટલે તરત પાછું સ્કિવયર્સનો પીછો પકડવાનું જારી રાખવામાં આવ્યું. એક અફસરે સ્કિવયર્સ જે વીશીમાં ઊતર્યો હતો ત્યાં જ મુકામ કર્યો. તેણે અને ફેંક ચિયરીબલે મળીને શોધી કાઢ્યું કે, સ્કિવયર્સ હવે એક જુદા જ મકાનમાં રહેવા ગયો છે. ત્યાં સખત જાપતો રાખતાં અંતે માલૂમ પડ્યું કે, સ્કિવયર્સ પેગ ડોસી સાથે સતત સંતલસમાં છે.
“આ તબક્કે આર્થર ગાઈડનો સંપર્ક સાધવામાં આવ્યો. તેને ત્યાંથી પેગ ડોસી કશું ચોરીને નાસી ગઈ છે, તે વાત તો પડોશીઓમાં ક્યારનીય ચર્ચાતી હતી. પણ ગ્રાઈડે એ ડોસીને પકડવામાં કે તેની સામે ફરિયાદ કરવામાં કશી મદદ કરવાની ના પાડી. ઊલટો તે તો ગભરાઈ જઈને ઘરમાં એવો ભરાઈ પેઠો કે, કોઈની સાથે કશી વાત કરવા જ કબૂલ થતો નહોતો. ન્યૂમેને સાંભળેલી વાતોમાં મેડલીન અંગે કંઈક વાતોનો ઉલ્લેખ આવ્યો હોવાથી અમે એમ માની લીધું કે, રાહુ, સ્કિવયર્સ અને ગ્રાઈડ, એ લોકો મેડલીને અંગેના કોઈ ચોરાયેલા કાગળો પાછા મેળવવાના વેંતમાં છે, પરંતુ એ અંગે કશી સીધી ફરિયાદ કોઈ કારણે માંડવા માગતા નથી. એટલે પેગ ડોસી એ કાગળોનું કંઈ કરી નાંખે તે પહેલાં અમે તેની અને સ્કિવયર્સની ધરપકડ કરાવવાનો વિચાર કર્યો. એ અનુસાર ઘર-તપાસનું વૉરંટ કઢાવવામાં આવ્યું અને સ્લિવયર્સ પેગ ડોસીને ત્યાં ગયો ત્યારે ફેંક અને ન્યૂમેન પાછળ પાછળ અંદર ગયા. યોજના એવી હતી કે, અંદર જઈ, તપાસ કરી, તેમણે બહાર ઊભેલા અફસરને અંદર
નિ.-૨૨