________________
૩૨૮
| નિકોલસ નિકલ્બી એ રાતે ઘેર આવ્યા પછી, નિકોલસ સ્માઈકની પથારી પાસે બેઠો હતો, તે વખતે સ્માઈક અચાનક બેઠો થઈ ગયો. નિકોલસ તો એમ જ માનતો હતો કે, તે ઊંઘી ગયો હતો. સ્માઈક રડતો રડતો બોલી ઊઠયો, “મોટાભાઈ, મને એક વચન આપશો?”
“શું છે, શું છે? મારાથી જે તે પાર પડે તેવું હશે, તો હું જરૂર તું કહીશ તે કરીશ જ વળી.”
તો જ્યારે હું મરી જાઉં, ત્યારે આજે આપણે જે ઝાડ જોયું, ત્યાં જ મને દાટજો!” નિકોલસે તેનો હાથ હાથમાં લઈ તે વચન આપ્યું.
પંદર દિવસમાં તો સ્માઈકની તબિયત વધુ કથળી ગઈ. એક બે વખત નિકોલસે ખૂબ ઓશિકાં ગોઠવી પેલી ઠેલણ-ગાડીમાં બેસાડી તેને બહાર ફરવા લઈ જવા પ્રયત્ન કર્યો, પણ તેનાથી હવે એટલા આચકા કે ઉછાળા પણ સહન થાય તેમ રહ્યું ન હતું. એટલે દિવસે પ્રકાશ નીકળે ત્યારે પૈડાંવાળો ખાટલો બહાર મેદાનમાં ખસેડી લાવી, નિકોલસ સ્માઈકને ઊંચકી લાવતો અને તેના ઉપર સુવાડતો.
એમ એક વાર બંને જણ આથમતા સૂર્યના પ્રકાશમાં બેઠા હતા, તેવામાં નિકોલસની આંખ સહેજ મીંચાઈ ગઈ. પણ થોડી વાર બાદ અચાનક એક ચીસ સાંભળતાં તે જાગી ઊઠ્યો. સ્માઈકે તે ચીસ પાડી હતી. પથારીમાં જોર કરી તે આપમેળે બેઠો થઈ ગયો હતો અને ભય અને ત્રાસ તેના આખા ચહેરા ઉપર અંકાઈ ગયાં હતાં. | નિકોલસે પૂછ્યું, “શું છે, શું છે?”
મને મોટાભાઈ હાથમાં પકડી રાખો! પેલો એ ઝાડ પાછળ ઊભો છે! મને પકડવા આવ્યો છે!”
કોણ? કોણ?” કહેતો નિકોલસ ત્યાંથી ખસવા લાગ્યો, પણ સ્માઈકે તેને પકડી રાખ્યો. તેણે એટલું જ કહ્યું, “મને પેલી નિશાળમાં જે માણસ મૂકી ગયો હતો, તે માણસ પેલા ઝાડ પાછળ ઊભો રહી મારા સામું જોયા કરતો હતો. મેં બૂમ પાડી એટલે