________________
૩૨૦
નિકોલસ વિકલ્પી મેં એક યુવતીનું લગ્ન ગોઠવવાની યોજના કરી હતી. પણ એટલામાં જ તે યુવતીનો બાપ અકસ્માત મરી ગયો. એ તકનો લાભ લઈ, નિકોલસ તે યુવતીને ઉઠાવી ગયો છે.
એ યુવતીને વારસામાં મોટી મિલકત મળે એ માટેનું એક લખાણ છે. એ લખાણ જો નિકોલસના હાથમાં આવી જાય, તો નિકોલસ એ યુવતીને પરણે અને એવો માતબર માણસ બની જાય કે જેથી તે મારો વધુ સબળો દુશ્મન બની રહે.
પરંતુ એ લખાણનો કબજો જે માણસે દગાબાજીથી મેળવી રાખ્યો હતો તથા છુપાવી રાખ્યો હતો, તેને ત્યાંથી એ લખાણ બીજા કાગળો ભેગું ચોરાઈ ગયું છે. તે માણસ તે લખાણ પાછું મેળવવાનો જાહેર પ્રયત્ન કરી શકે તેમ નથી; કારણ કે તે લખાણનો કબજો તેણે દગાબાજીથી અને ગેરકાયદે મેળવ્યો હતો. પણ મને ( રાફને) એ લખાણ કોણ ચોરી ગયું છે તેની ખબર છે.
એ લખાણ પેલી યુવતીના કે તેના ભાવી પતિના હાથમાં ન આવે, ત્યાં સુધી બીજાના હાથમાં તે લખાણ હોય તેથી તેને કશો લાભ થાય તેમ નથી. પણ તે યુવતીના કે તેના પતિના હાથમાં તે લખાણ કદી ન જવું જોઈએ! તો જ તેમના હાથમાં એ મોટો વારસો જતો અટકે! તમે જો એ લખાણ મને મેળવી આપો, તો હું પચાસ પાઉંડ તમને ઇનામ આપ્યું. એટલું જ નહિ, પણ તમારા દેખતાં એ લખાણ બાળી નાંખું, જેથી તમને પાછળથી બીજી કોઈ વાતનો અંદેશો ન રહે. બોલો, છો તૈયાર?”
સ્કિવયર્સ કંઈક લલચાયો હોય એમ લાગ્યું, એટલે રાફે પેગ ડોશીની વાત કહી, તથા ઉમેર્યું કે, “એ લખાણ પેગ ડોશીએ તો બીજા કાગળો ભેગું જ ઉપાડ્યું છે. તેને તો ગ્રાઈડના કાગળો ઉપાડી જઈ તેને નુકસાન કરવા સિવાય બીજો ખ્યાલ નહિ હોય. જો ચોરી જ કરવાનો ખ્યાલ હોત, તો તો તેણે પૈસા પણ ઉપાડયા હોત. એ ડોસીને એ કાગળોનો બીજો કશો ઉપયોગ નથી; ઉપરાંત, એ