________________
૩૩.
રાલ્ફ સ્કિવયર્સની મદદ લે છે. ડોસીએ કહ્યું, “આજે બહુ સારું છે.”
ફિવય વધુ પ્યાલી ભરતાં પૂછયું, “વાહ, સંધિવા એ વળી શી બલા છે? લોકો એને શા કારણે સંઘરતા હશે વારુ?”
પેગ ડોસીને એ કારણની ખબર નહોતી; પણ તેણે જવાબ તો આપી જ દીધો: “લોકોને સંધિવા થાય એટલે થાય જ.”
અરે, બળિયા, શીતળા, ઉટાંટિયું, તાવ- એકતારો-બેતારો-ચતારો અને રાંઝણ, એ બધું જ ફિલસૂફીનું ક્ષેત્ર છે- તદ્ન ફિલસૂફીનું. આકાશના તારા એ તો ફિલસૂફીનો જ ખાસ વિષય છે. અને ફિલસૂફી એટલે મારો પોતાનો વિષય! કોઈ છોકરાનો બાપ આવીને મને ગણિત, સાહિત્ય કે વેપાર વિષયક કંઈ પ્રશ્ન પૂછે, તો હું તરત તેને સંભળાવી દઉં: ‘પણ ભાઈ, પહેલાં એ તો કહો કે, તમે ફિલસૂફી જાણો છો?” તે તરત જ કહી દે, “ના, મિત્ર વિયર્સ.' તરત જ હું જવાબ આપું, ‘તો હું બહુ દિલગીર છું; આ બધા સવાલો ફિલસૂફી આવડયા વિના ન આવડે.’ તરત બિચારો મારો આભાર માની ચાલતો થાય !”
વિયર્સે વધુ એક પ્યાલી પોતે પીને ખાલી કરી અને પછી એક પેગ ડોસીને ધરી. પેગ ડોસી ખાસી મસ્તીમાં જ આવી ગઈ હતી. તેણે એક ઘૂંટડે જ એ પ્યાલી ખાલી કરી નાખી.
વાહ, હું પહેલે દિવસે તમને મળવા આવ્યો, ત્યારે હતાં તે કરતાં, ડોસી, તમે સેંકડે સાડી વીસ પાઉંડ જેટલાં તન-દુરસ્ત અને મન-દુરસ્ત છો!” “તે દિવસે તો તમે મને ગભરાવી મારી હતી.”
શી વાત કરો છો? મેં તો તમને આવીને એટલું જ કહ્યું હતું કે, હું આ શહેરનો માનવંત, તાલેવંત અને અક્લવંત વકીલ છું, તથા જે લોકો બીજાઓના ઘરમાંથી હાથચાલાકી કરી ભાગી છૂટીને મુશ્કેલીમાં આવી પડ્યાં હોય તેમને મદદ આપું છું, સલાહ આપું છું, ઓથ આપું છું. તમે પણ કોણ છો, ક્યાંથી આવ્યાં છો,