________________
લગ્નનો દિવસ
૩૦૯ આશરો ધરવા તે આવી છે. તમે તેને એક ઘરડો બુટ્ટો કચરો પતિ તરીકે આપવા ધાર્યો છે. છેક છેવટની ક્ષણ સુધી મારાથી જો તે નહિ સમજે, તો પછી તેની સમાન સ્ત્રી-જાતની મારી આ બહેન તેને વીનવી અને સમજાવી જોશે. તેના બાપને પણ હું જેઓના તરફથી આવ્યો છું, તેઓના નામે સમજાવી જોવા માગું છું, જેથી કેવું દૂર, હીણપતભર્યું કામ કરવા તે તૈયાર થયો છે, એ કદાચ તેના લક્ષમાં આવે. અમે બંને તમારી સાથે વાત કરવા આવ્યાં જ નથી, માટે તમે અમારી જોડેની વાત બંધ કરો.”
એમ? અને આ છોકરી પણ અહીં જ રહેશે કેમ? જુઓ ગ્રાઈડ, આ બહાદુર જુવાનિયો પોતાની બહેનને ઢાલ તરીકે વાપરવા જ સાથે લાવ્યો છે, સમજ્યા? મેં તો તેને ચેતવણી આપી જોઈ; હવે એ બદમાશની સાથે લાત જ ખાઈને આ છોકરીને જવું હોય તો તે જાણે! ઠીક, તો ગ્રાઈડ, હવે તમે જરા જઈને બેને નીચે બોલાવી લાવો; કેમકે આ તેનું ઘર છે. એટલે તેને પૂછીને આપણે જે કંઈ કરવું હોય તે કરવું જોઈએ – પણ તેની દીકરીને અહીં ન આવવા દેતા. અહીં મારામારી થશે, એ બધું જોવાની તેને જરૂર નથી.”
| નિકોલસ તરત જ બારણા વચ્ચે જઈને ઊભો રહ્યો અને ગ્રાઈડને સંબોધીને બોલ્યો, “જો તને તારી જાતની સહીસલામતીની પડી હોય, તો જ્યાં છે ત્યાં જ ઊભો રહેજે!”
જાઓ ગ્રાઈડ, હું કહું છું તેમ કરો. તેની વાત સાંભળવાની જરૂર નથી,” રાફ ઊંચે અવાજે બોલ્યો.
નિકોલસે ગ્રાઈડને વળતું સંભળાવીને કહ્યું, “ડોસા, તારી જાતને સંભાળીને જ્યાં છે ત્યાં જ ઊભો રહેજે. અમો બંનેમાંથી એકેની વાત માનવામાં તને ભારોભાર જોખમ છે.”
“અરે, બ્રેને બોલાવો છો કે નહિ, ગ્રાઈડ?” રાલ્ફ તાડૂક્યો.
ગ્રાઈડ આનાકાની કરવા લાગ્યો. દરમ્યાન રાલ્ફ વિકરાળ બની વાઘની પેઠે બારણા તરફ છલંગ મારી અને કેટ પાસેથી પસાર થવા