________________
નિકોલસ નિકબી ત્રણ અઠવાડિયામાં તો અમે પરણી જઈશું. એટલે હું તો તને તારું નવું ફ્રૉક તૈયાર કરવાનું કહેવા આવી છું.”
મિસ ફેનીને આ સમાચાર એકીસાથે કડવા તથા મીઠા લાગ્યા. પોતાની બહેનપણી પોતાના કરતાં આટલી વહેલી પરણી જશે, એટલા પૂરતા કડવા; અને પોતાના નિકોલસ ઉપરથી એ અપ્સરાએ પોતાના હાથ ઉઠાવી લીધા છે, એ જાણવા પૂરતા ગળ્યા! હવે નિકોલસને બીજો ચારો જ નહિ રહે, એટલે તેને પોતાનો જ
સ્વીકાર કરવો પડશે વળી! તરત ફૅનીએ પોતાની બહેનપણી સાથેની કટ્ટા છોડી નાખી, ફરી સખીપણાની ગાંઠ વાળી દીધી.
લાંબો વખત વાતચીત કર્યા બાદ મટિલ્ડા પોતાને ઘેર જવા તૈયાર થઈ, ત્યારે ફેની પણ તેની સાથે થોડે સુધી જવા નીકળી.
રોજ એ જ વખતે નિકોલસ એકલો થોડું ફરવા નીકળતો. સામેથી તેને આવતો જોતાં જ કૅનીનો અદમ્ય પ્રેમભાવ ઊછળવા લાગ્યો અને તે પોતાની સખીની કોટે વળગીને બોલી ઊઠી, “બાપ રે, “એ' આવે છે ને? બહેન, હવે મારું શું થશે? મારાથી તો સામું પણ નહિ જોવાય!”
મટિલ્ડાએ માત્ર ઔપચારિક વંદન કરીને આગળ ચાલ્યા જતા નિકોલસને તરત હસતાં હસતાં પાછો બોલાવ્યો. નિકોલસ ગૂંચવાતો ગૂંચવાતો નજીક આવ્યો, એટલે મટિલ્ડાએ તેને કહ્યું, “અંધે મહારાજ! જોતા નથી કે, મારી બહેનપણી ગબડી પડવાની તૈયારીમાં છે! વિવેક સમજી જરા ટેકો તો આપો !”
ના, ના, સખી, એમને જવા દે; એમને આપણા દુ:ખની શી પડી હોય?” એટલું કહી, પાસે આવેલા નિકોલસને ખભે કૅનીએ પોતાનું બૉનેટ સાથેનું માથું ઢાળી દીધું.
| નિકોલસ બોલી ઊઠ્યો, “ગઈ કાલે મેં જે કંઈ વર્તન દાખવ્યું. તેનાથી તમને કોઈને દુઃખ થયું હોય, તો ક્ષમા માગવા આવવાનું હું કયારનો વિચારતો હતો.”