________________
૨૦૮
નિકોલસ નિકબી પણ આ અઠવાડિયે એકાદ દિવસ અમારી સાથે ભોજન માટે આવો ને! અમને ઘણો આનંદ થશે, હે? ખાંડના પીપ નીચે છુંદાઈ ગયો - અને છ છોકરાં – અરેરે!”
નિકોલસ આ ભલા ડોસાના માં સામું જ તાકી રહ્યો.
હવે પોતાના ભાઈના કમરા તરફ નિકોલસને ધકેલીને લાવ્યા “પછી ડોસાએ અધખુલ્લા બારણામાં ડોકું ઘાલી પૂછયું, “ભાઈ નેડ, તમે કામમાં છો? કે મારી સાથે એક બે શબ્દ બોલવા કુરસદ કાઢી શકશો?”
ભાઈ ચાર્લ્સ,” અંદરથી બરાબર આ ડોસાના જેવો જ અવાજ આવ્યો, “તમારે મને એવો સવાલ પૂછવો નહીં; સીધા જ અંદર ચાલ્યા આવો.”
ડોસા અને નિકોલસ તરત જ અંદર દાખલ થયા. નિકોલસે જોયું કે, અંદર બેઠેલ વ્યક્તિ પણ આકૃતિએ, ચહેરે મહોરે અને કપડેલો પણ આબેહૂબ પોતાના મિત્ર બનેલા ભલા ડોસા જેવી જ હતી. તેને તરત જ સમજાઈ ગયું કે, બંને જોડિયા ભાઈ જે હોવા જોઈએ.
| નિકોલસના મિત્ર ડોસાએ બારણું બંધ કરીને કહ્યું, “ભાઈ નેડ, આ મારા જુવાન મિત્રને આપણે મદદ કરવાની છે. તેમણે જે વાત કરી છે, તે બાબત અલબત્ત આપણે પૂરી તપાસ કરીશું જ, જેથી બંને પક્ષને કશો અન્યાય ન થાય. અને જો તેમણે જણાવેલી વાતો સાચી નીકળે, અને મને ખાતરી છે કે, એ વાતો સાચી જ નીકળવાની છે, – તો આપણે જરૂર તેમને મદદ કરવી જોઈએ, જરૂર મદદ કરવી જોઈએ, ભાઈ.”
ભાઈ, તમે કહ્યું એટલું જ બસ છે કે, આપણે તેમને મદદ કરવી જોઈએ. હવે બીજી તપાસ શી કરવાની છે? તેમને મદદ કરીશું જ. બોલો, તેમને શી વાતની જરૂર છે? ટિમ લિકિનવૉટરને પણ અહીં બોલાવો; તેને આપણી સાથે રાખવો સારો.”