________________
બે વ્યાજખોર
૨૭૩ હતો કે, હું પરણવા માગું છું; બીજા શબ્દોમાં કહું તો, પરણવાનો થયો છું, ભાઈસાહેબ!”
તમારા એ જહાણામાં હું ફસાઉં એવો નથી, સમજ્યા? મને શીશામાં ઉતારવો હોય, તો બીજી ગપ મારો, મહેરબાન!”
જુઓ, “રામ” ઉતારવાની વાત! તમારા જેવા ચાલાક, હોશિયાર માણસને આખી દુનિયામાં કોણ શીશામાં ઉતારી શકવાનું હતું? અરે હું ગંભીરતાપૂર્વક, અંત:કરણપૂર્વક કહેવા માગું છું કે, હું પરણવાનો થયો છું.”
મને જોવા દેજો ડોસા, અત્યારે કોઈને પૈસે પીને તો નથી આવ્યા?”
જુઓ, જોર્ડને પૈસે? કેવી વાત કરે છે? પીવું તો કોઈને જ પૈસે તમારી વાત શીખવા જેવી છે, ભાઈસાહેબ. પણ, મને એમ કોઈની પાસેથી પીવાનું કઢાવતાં તમારી પેઠે ન આવડે વ્યાજ અને મૂડી ઉપરાંત પીવાનું! કેવી અક્કલ, કેવી બાહોશી ! હું તો અત્યારે સૂકો ભંઠ છું; કોઈએ કશું પાયું નથી ! એટલે ખરું જ કહું છું કે, હું પરણવાનો થયો છું.”
તો કોઈ બુઠ્ઠી ખચ્ચર હાથમાં આવી હશે, વળી ! હાં, હાં, તમારે ઘેર પેલી સસ્તી બહેરી ઘરડી નોકરડી છે, તે જ હશે વળી! પરણીએ તો પછી પગાર તો ન જ આપવો પડે! વાહ ડોસા, શી અક્લ લડાવી છે!”
“જુઓ, “ર” ન આપવો પડે? કેવી અક્કલની વાત? તમારી સાથે બે વાત કરીએ, પણ કેટલી બધી વાતો શીખવાની મળે, ભાઈસાહેબ? પણ હું કોઈ ઘરડી ડોસીને નહિ, પરંતુ ઓગણીસ વર્ષ પણ પૂરાં ન થયાં હોય એવી કૂળી કૂળી, કાચી કાચી કળી જેવી છોકરીને પરણવાનો છું! આહા, તેની કાળી કાળી આંખોની તીણી નજર તો જાણે હૃદય વીંધીને આરપાર નીકળી જાય; પાકા લાલ હોઠ તો ચૂમી લેવાનું જ મન થાય; સુંદર ગુચ્છાદાર વાળ તો અંદર આંગળી પરોવી
નિ–૧૮