________________
નિકોલસ મેડલીનને મળ્યો
૩૦૩ ' “તમે કાલે જે લગ્ન કરવા તૈયાર થયાં છો, તેની વાત છે.
એ લગ્ન તો તમારી આસપાસ ગૂંથવામાં આવી રહેલું એક કારમું કાવતરું છે. તમને એ વાતની ખબર નથી. એ કાવતરાબાજોને તમે
ઓળખતાં નથી, હું ઓળખું છું. તમને માત્ર પૈસા ખાતર વેચી નાંખવામાં આવ્યાં છે, પણ એ પૈસોય કેટલાયનાં લોહી-આંસુથી ખરડાયેલો છે.”
મને એ લોકો વિશે કશું વિશેષ ન કહેશો. હું મારી સ્વતંત્ર મરજીથી એ લગ્ન સ્વીકારું છું. મારા ઉપર કશી ધાકધમકી કે બળજબરી દાખવવામાં નથી આવ્યાં, એ જાતની ખાતરી, તમે મારા શુભેચ્છકોને પણ આપી શકો છો.”
પણ હું એ કાવતરાબાજ વિષે એવું બધું જાણું છું, કે જેથી કરીને તમને કેવળ એટલી વિનંતી અવશ્ય કરવા માગું છું કે, આ લગ્ન એક અઠવાડિયા માટે જ મોકૂફ રાખો. અઠવાડિયા બાદ તમને જેમ ઠીક લાગે તેમ ભલે કરજો.”
હું તમારાથી છુપાવવા નથી માગતી કે, જે માણસ સાથે મારાં લગ્ન થવાનાં છે, તેને હું હરગિજ ચાહતી નથી. તે માણસ પણ એ વાત બરાબર જાણે છે. છતાં તે પોતાનો હાથ મને આપવા માગે છે. એ હાથ સ્વીકારીને જ હું મારા પિતાને અહીંની અટકાયતમાંથી છોડાવી શકે તેમ છું, તથા તેમના છેવટના દિવસો આનંદપૂર્ણ બનાવી તેમનો આવરદા થોડો વધુ લંબાવી શકું તેમ છું. ઉપરાંત લગ્ન કરવાનું મેં હવે વચન આપી દીધું છે, અને હું એમાંથી કોઈ કારણે પાછી હઠવાની નથી. તમે અત્યાર સુધી મારી એકલવાયી દશામાં મારા પ્રત્યે ખૂબ ખૂબ સહાનુભૂતિ બતાવી છે, તથા મને મદદ કરવામાં તમારા માલિકો જેટલી, કદાચ તેથીય વધુ તત્પરતા બતાવી છે, તે હું સમજું છું અને તે બદલ હું મારા અંતરથી તમારો આભાર માનું છું. કદાચ મારાં આંસુ તમને એ બાબતની વધુ સાબિતી આપી શકશે. પરંતુ, આ લગ્નની બાબતમાં તો મને જરાય પસ્તાવો