________________
૨૮૬
નિકોલસ નિકલ્પી
પેલાએ તરત જ પૂછયું, “પણ હું છાપાં મંગાવતો જ નથી; છતાં પરમ દિવસે ખાસ કંઈ વાંચવા મળવાનું હોય તો હું મંગાવું વળી !”
“ઠીક, ઠીક, આવજો !” કહી મલબેરી તરત લૉર્ડ વેરિસૉફ્ટને સાથે લઈ ઓરડા બહાર નીકળી ગયો, અને ઓસરીમાં આંટા મારવા લાગ્યો. વેરિસૉફ્ટે તેને પૂછ્યું, “પરમ દિવસે શો અહેવાલ છાપામાં તેને વાંચવા પૂરો પાડવાના છે?”
“હું કંઈ તેને કોઈ ખૂનનો અહેવાલ વાંચવા પૂરો નથી પાડવાનો; પણ ખૂનની લગભગ નજીકની વસ્તુ જ એ હશે! કારણ કે, કોરડા અને દંડાથી જેટલું વાગી શકે તેટલું જરૂર પેલા બદમાશ નિકોલસને વાગ્યું હશે.”
લૉર્ડ વેરિસૉફ્ટ કંઈ જ બધો રોષ તેના ઉપર જ
66
બોલ્યો નહિ; એટલે સર મલબેરીએ ઠાલવતો હોય તેમ આગળ જણાવ્યું,
આજે જ મેં રાલ્ફ નિકલ્બીને ત્યાં સવારના આઠ વાગતા અગાઉ જેન્કિન્સને મોકલ્યો હતો. એ બદમાશનું ઠામ-ઠેકાણું બધું હવે જાણવા મળી ગયું છે. પણ અત્યારે એ વાત કરવાની શી જરૂર છે? આવતી કાલ થવાને શું દુ:ખે છે?”
k
“પણ આવતી કાલે શું કરવાનું કે થવાનું છે?” લૉર્ડ વેરિસૉફ્ટે
પૂછ્યું.
મલબેરીએ એ બબૂચકને એ પ્રશ્ન પૂછવા બદલ માત્ર ગુસ્સાભરી નજરથી જ જવાબ આપ્યો.
<<
થોડો વખત આંટા માર્યા બાદ અચાનક લૉર્ડ વેરિસૉફ્ટે મલબેરીને કહ્યું, “અહીં જ થોભો, મારે તમારી સાથે કંઈક વાત કરવી છે.” “પણ તે માટે અહીં જ થોભવાની શી જરૂર છે? પેલી તરફ જઈશું તો શો વાંધો છે?”
66
‘હૉક, મારે જાણવું જ છે; મને કહી દો “નાળવું ન છે? એટલે શું? ”
""