________________
નિકોલસ નિકલ્બી
નિયમ મુજબ પગલાં માપીને અંતર નક્કી થયું; અને મલબેરી તથા વેરિસૉફ્ટે પોતપોતાની જગાએ સામસામે ગેાઠવાઈને એકીસાથે પોતપોતાની પિસ્તોલ ફોડી.
૨૯૦
તરત જ લૉર્ડ વેરિસૉફ્ટ જમીન ગયો હતો.
ઉપર ઢળી પડયો. તે મરી
મલબેરી તથા તેનો મિત્ર અને હાજર રહેલો કૅપ્ટન ઍડમ્સ તેને ત્યાં
વેરિસોટના ‘સેકંડ’ તરીકે પડતો મૂકી, સીધા બ્રાઇટન
બંદર તરફ ઊપડી ગયા, અને ત્યાંથી દરિયો ઓળંગીને ફ્રાન્સ !
૫૬
વરરાજા
પોતાના કાળા ધૂળિયા મકાનમાં ગ્રાઈડ પ્રભુતામાં પગલાં માંડવાના ઘાટ ઘડી રહ્યો હતો. તેનું ઘર પણ તેના જેવું જ ખખળવખળ થઈ ગયેલું હતું. એ ગ્રાઇડ જેવા વ્યાજખાઉ કંજૂસનું ઘર હતું, જે બીજાનાં જીવન ચૂસીને મિલકત વધાર્યા કરતો હતો; પણ તેથી તેના પોતાના જીવનમાં ક્ષુદ્રતા સિવાય કશાનો ઉમેરો થાય તેમ નહોતું.
આજે બેઠો બેઠો તે, લગ્ન વખતે પોતે કયો પોશાક પહેરવો, તેનો વિચાર કરતો હતો. વિચાર કરી, ચાવી વડે કબાટ ઉઘાડી, તે એક જ સૂટ કાઢતો, અને ચાવી વડે પાછું કબાટ બંધ કરી દેતો. ત્યાર બાદ કાઢેલો સૂટ પ્રકાશમાં ધરી, તે પોતાને સારો લાગશે કે નહિ, તેનો વિચાર કરી લઈ, કબાટ ઉઘાડી, તેને તેમાં પાછો મૂકી દેતો અને બીજો સૂટ હાથમાં લેતો. એ બધા સૂટ તેણે સાનમાં વસ્તુઓ લઈ પૈસા ધીરનારને ત્યાંથી જ સસ્તામાં ખરીદ્યા હતા. કદી નવું કપડું લઈ, પોતાના માપથી તો કશું તેણે સવરાવ્યું જ ન હતું.