________________
ફરી પાછા લિલીવીક
૨૯૯ એક તંદુરસ્ત બાળકને ઉછેરવાની જવાબદારી, એ બે વસ્તુઓએ તેમની કેડ ભાંગી નાંખી છે, સાહેબ.”
પણ મિસિસ કેન્વિઝે હવે બોલવાનું શરૂ કર્યું
“કાકા, તમે તમારી પીઠ મારા તરફ કેવી ફેરવી દીધી અને મારાં વહાલાં બાળકોને કેવાં છેક જ વિસારી મૂક્યાં! અને એક વખત તમે તેમના તરફ કેવો માયાભાવ અને મમતા દાખવતા? અમે પણ તે જોઈ મારા પહેલા પુત્રનું નામ તમારા નામ ઉપરથી જ રાખ્યું હતું. પણ એ છોકરાને હવે, જેના નામ ઉપરથી પોતાનું નામ રાખવામાં આવ્યું છે, તે માણસ સાથે શી સગાઈ રહી? તેમ છતાં તે બધું ભૂલી જઈ, તમારી સાથે કશો ઝઘડો હું ચાલુ રાખવા માગતી નથી. પણ તમે તમારી પેલીને જો સાથે લાવ્યા હશો કે લાવશો, તો હું કહી દેવા માગું છું કે, હું મારા ઘરમાં તેનો જરા પણ સત્કાર કરવાની નથી, હરગિજ નહિ.”
પણ હું કદી પણ, કોઈને પણ તેનો સત્કાર કરવાનું કહેવાનો નથી. જોકે મારે એ શબ્દ ન વાપરવો જોઈએ, પણ સુસાન અને કૅન્-- વિગ્સ, સાંભળો: અર્ધા-પગારવાળા એક કેપ્ટન સાથે ‘નાસી ગયે' તેને ગઈ કાલે એક અઠવાડિયું થયું! અર્થાત્ મામૂલી અર્ધ-પગારના કેપ્ટન સાથે તે નાસી ગઈ છે. આ ઓરડામાં હું પહેલવહેલો તેને મળ્યો હતો, અને આ ઓરડામાં જ હવે તેને હમેશ માટે તજી દઉં છું.”
અને આ જાહેરાત થતાંત આખા ઘરની–બધાં માણસોની વર્તમૂક એકદમ બદલાઈ ગઈ! મિસિસ કૅન્ડિઝ લિલીવીકને ગળે જ વળગીને, પોતે જે કંઈ બોલી હતી તે માટે, પોતાની જાતને કડવો ઠપકો આપવા લાગી. મિ૦ કૅન્ડિઝે લિલીવીકનો હાથ પકડી કાયમની મિત્રતાના સોગંદ લીધા, અને પોતાને અતિશય હાર્દિક પસ્તાવો પોતાની હમણાંની વર્તણૂક માટે થાય છે, તે પણ સોગંદપૂર્વક જાહેર કર્યું.
મિ0 લિલીવીકે પણ જાહેર કર્યું, “પેલીના પર વેરભાવથી નહિ, પણ તમારી પ્રત્યેના સ્નેહભાવને કારણે, મારી બધી મિલકત તમારાં