________________
૨૭૪
નિકોલસ નિકલ્બી
રમાડવાનું મન થાય; કંમર તો એવી પાતળી કે હાથ વીંટાળવા જઈએ તો જાણે હવાને હાથ વીંટયા હોય તેવું જ લાગે! નાના પગ એવા ટપ ટપ ઊપડે કે જાણે જમીનને અડતા જ ન હોય! આ બધા રૂપને એકસામટું પરણી નાખવું છે, ભાઈસાહેબ!”
<<
‘વાહ, એ કઈ ભાગ્યશાળી છોકરી તમને પરણવા તૈયાર થઈ છે, એનું નામ તો સાંભળું?”
66
બીજું કોઈ સાંભળતું તો નથી ને?– જુઓ કારકુનો અને નોકરને છુપાઈને સાંભળવાની ટેવ હોય છે એટલે પૂછું છું, ભાઈસાહેબ ! એનું નામ મેડલીન બ્રે; નર્યું રૂપ – નર્યો રસ, ભાઈસાહેબ !” “બ્રે?” રાલ્ફ ખાતરી કરવા પૂછ્યું.
વૉલ્ટર બ્રે! પેલો બે હાથે ઢગલા પૈસા ઉડાવનાર! જે તેની બૈરીને માર્યા કરતો હતો અને અત્યારે જે દેણદારોના કમરાઓમાં રહે છે-આપણે બંને જેની સાથે પહેલાં ધંધો કરતા હતા, ભાઈસાહેબ ! કેમ ભૂલી ગયા? તમારા તો હજુ તેની પાસે લેણા પણ નીકળે છે—તેની દીકરી !”
(c
“હા, હા, સમજ્યો; યાદ આવ્યું. પણ તેની છોકરી તમારા હાથમાં શી રીતે આવી, તે તો કહો!”
‘હી-હી-હી, ભાઈસાહેબ! હું બુઢ્ઢો આર્થર ગ્રાઈડ અને લગન - એ બે બાબતો કદી ન સંભવી શકે, એમ જ કહેવું છે ને, ભાઈસાહેબ? પણ એ છોકરી બિલકુલ એના બાપના કહ્યામાં છે, અને બાપને માટે એટલી બધી મજૂરી કરી છૂટે છે કે, ન પૂછો વાત ! પણ ખરું કહું તો, ભાઈસાહેબ, મેં હજુ તેના બાપને વાત સરખી નથી કરી. મારા મનમાં સંપૂર્ણ યોજના તૈયાર છે, પણ તમારા જેવાની એમાં મદદ જોઈએ, ભાઈસાહેબ. છેલ્લા છ મહિનાથી હું બ્રેના ઘર આગળ જઈ જઈને પાછો આવું છું. મેં સત્તરસો પાઉંડના લેણા પેટે બ્રેને દેણદારોના વસવાટોમાં અટકાયતમાં લેવરાવ્યો છે.”
"C