________________
નિકોલસના મહેમાન-મિત્રો
૨૮૩ કશા લગાવ વિનાનાં એ બે જણ વચ્ચે જ કંઈક છૂટથી વાતો ચાલતી.
પણ મિસ લા કીવીના જ લક્ષ ઉપર એક વાત આવ્યા વિના રહી નહોતી કે, બીજે બધે વખતે ખુશીથી વાતચીતમાં ભાગ લેતો કે આસપાસ ચાલતા કામકાજમાં હોંસથી ભળતો સ્માઈક, કૅન્ક આવે ત્યારે, કોણ જાણે શાથી, ઉપર તેના સૂવાના કમરામાં ચાલ્યો જતો,ભલે સૂવાનો વખત થયો હોય કે નહિ.
| નિકોલસ ઘણી વાર, સાંજના આ બધાં આવ્યાં હોય ત્યારે, હાજર હોય જ એમ ન બનતું. પણ જ્યારે નિકોલસ પણ વખતસર ઘેર આવી ગયો હોય, ત્યારે આ ઘરમાં અરસપરસના સદ્ભાવથી કલ્લોલનું જે વાતાવરણ જામતું, તે ખરેખર સ્વર્ગીય હોતું.
આજે મિસ લા કીવી કંઈક રંગમાં હતી. તેણે મિ0 ટિમ લિકિનવૉટરને આખી જિંદગી કુંવારા રહી જવાની નાલાયકી બદલ ઊધડા લેવા માંડયા. ટિમ લિકિનવૉટરે પોતાને યોગ્ય કોઈ સ્ત્રી ન મળવા ઉપર અને સ્ત્રીઓની આખી જાત જ “ઊતરી’ ગયા ઉપર દોષનો ટોપલો ઢોળવા પ્રયત્ન કર્યો. પણ મિસ લા ક્રીવીએ પડકાર કર્યો કે, તેણે તેમને લાયકની એક સ્ત્રી શોધી કાઢી છે અને તેમાં કોઈ વાતે કોઈ દોષ કોઈ માટીડો બતાવે તો પોતે તેનું માં જોવા તૈયાર છે! જોકે પરણવાની હિંમત ન હોય, ને માત્ર બહાનાં કાઢવાં હોય, તેવાની સાથે તે વાત પણ કરવા માગતી નહોતી!
ટિમે તરત જ કબૂલ કર્યું કે, આજકાલ તેમના જોવામાં એક સ્ત્રી એવી આવી છે, જેને કારણે આ યુગની સ્ત્રી જાત વિશેનો પોતાનો મત તેમને ફેરવવો પડ્યો છે. એટલે પોતે મિસ લા ક્રીવીના એ પડકારની મર્યાદામાં આવતા નથી. . બધાંએ ટિમને મળી આવેલી એ અભુત સ્ત્રી વિષે કંઈક વિશેષ માહિતી આપવા, – ભલે નામ દીધા વિના, – આગ્રહ કર્યો. ત્યારે