________________
૨૧૬
નિકોલસ નિકલ્બી ખચકાઈને પણ તેમણે મોટું લેજર અને રોજનામું એ બે વાનાં કાઢયાં અને મમતાથી કાળજીપૂર્વક તેમને ઉઘાડ્યાં. તેમાંના એકાએકી અને ડાઘાડૂધી વિનાના સ્વચ્છ વ્યવસ્થિત લખાણ તરફ આંખ ભરીને નજર નાંખ્યા બાદ, તેમણે પાછાં તે બંનેને અચાનક બંધ કરી દીધાં! | નિકોલસે અધીરાઈથી પોતાને તે કામ સોંપવા ફરી માગણી કરી. ત્યારે ટિમ લિકિનવૉટરે માથું હલાવી, તેને જરા સાંસતા થવા કહ્યું, તથા ભૂલ વિના, તથા છેકછાક વિના ચોપડો લખવાની આવશ્યકતા ઉપર ભાર મૂકી, તેને તે કામ માગી બેસવાના તેના ઉતાવળાપણા અંગે ઠપકો આપ્યો.
પણ છેવટે ટિમ લિંકિનવૉટરે એક નિસાસો નાંખી, પોતાના એ વહાલા ચોપડા, મરણિયાની પેઠે, “જે થાઓ તે થાઓ” એ ભાવથી નિકોલસ તરફ ધકેલ્યા. નિકોલસે તરત જ બેસવાની પણ પંચાત કર્યા વિના ઊભા ઊભા જ ખડિયામાં કલમ બોળી, અને ટિમ લિકિનવૉટર આખો ને આખો ફફડી ઊઠયો. તે ફીકો પડી જઈ, જરા નમી, નિકોલસના ખભા ઉપરથી તેનું લખાણ જોવા લાગ્યો.
તે જ ઘડીએ બંને ચિયરીબલ ભાઈઓ એ કૅબિનમાં દાખલ થયા. ટિમે તેમને હાથ વડે નિશાની કરી, ચૂપ ઊભા રહેવા ફરમાવ્યું.
બંને ભાઈઓ ટિમની ચિતા જોઈ મંદ મંદ હસતા શાંત ઊભા રહ્યા. થોડી વાર બાદ ટિમે શ્વાસ હેઠો મૂકયો, અને પોતાની કલમના પીંછાવાળો છેડો નિકોલસ તરફ કરીને બંને ભાઈઓને નિશાનીથી જણાવ્યું, “ચાલશે !”
પણ એટલામાં નિકોલસ પાછલું પાન ફેરવવા થોભ્યો, તે વખતે પોતાનો હર્ષ રોકી ન શકવાથી ટિમ તરત પોતાના ઊંચા સ્કૂલ ઉપરથી નીચે કૂદી પડ્યો અને નિકોલસનો હાથ પકડી લઈ, બંને શેઠો તરફ જોઈને બોલ્યો, “બરાબર લખે છે; તેના મોટા “બી” અક્ષરો અને ડી” અક્ષરો મારા જેવા જ છે; તથા નાની “આઈ' ઉપર તે ટપકાં કરવાનું કે “ટી” અક્ષરને મથાળેથી કાપવાનું જરાય ભૂલતો