________________
મેડલીનને ઘેર
૨૬૭
66
‘હા, હા; તમે અમારી તરફથી આવ્યા છો, એટલું તે તે સમજી
જશે. જોકે, તે એ નથી જાણતી કે, તમે ખરીદી લાવેલાં ચિત્રો આપણે શા ભાવે બહાર વેચી શકીએ છીએ. તેણે તો એટલું જ જાણવું જોઈએ કે, આપણને તે ચિત્રોના સારા ભાવ ઊપજે છે; એટલું જ નહિ, એ ધંધામાં આપણને સારો નફો પણ રહે છે, સમજ્યા?”
ત્યાર પછી પેલી યુવતીનું સરનામું તથા બીજી સૂચનાઓ આપીને ડોસાએ નિકોલસને મોડી રાતે વિદાય કર્યો.
૫૧ મેડલીનને ઘેર
મિ∞ ચિયરીબલે નિકોલસને જે સરનામું આપ્યું હતું, ત્યાં નિષ્ફળ નીવડેલા દેણદારોનો જ વસવાટ હતો. અલબત્ત, જે દેવાળિયા દેણદારો પોતાના ખર્ચ જેટલાય પૈસા ઊભા ન કરી શકે, તેમને તો જેલમાં અન્ન, વસ્ત્ર, રહેઠાણ અને ગરમીના સાધન વિના મરવા માટે જ પહોંચી જવું પડતું. બ્રિટિશ કાયદાની બલિહારી છે કે, તે પોતાની અંધ નજરમાં બધાને એકસરખા ગણતો હોવાનું કહેવાય છે, તથા કાયદાના લાભો સૌને સરખા મળતા હોવાનું ઘમંડ રાખે છે; પરંતુ ભયંકર ગુનેગારોને તો તે જેલમાં ખાવાપીવા-રહેવાનું મફત આપશે, પરંતુ દેવાળિયા દેણદારોને તો પૈસા ન હોય તો મરવાની જ સ્વતંત્રતા આપીને પોતાનું કર્તવ્ય પૂરું થયું માનશે.
એ મકાનનો બહારનો દેખાવ ગમે તેવો કંગાળ હશે, પણ અંદર જતાં નિકોલસને માલૂમ પડયું કે, માણસની સુરુચિથી એ કંગાલિયતને પણ જેટલો ઓપ આપી શકાય તેટલો આપવાને પ્રયત્ન કરવામાં આવ્યો હતો.