________________
સ્માઇકનો બાપ !
૨૫૯
“ હા, હા, એ જ છે, એ જ છે, સદરહુ પોતે છે,” સ્ક્વેિયર્સે જવાબ આપ્યો.
“તો મિ∞ સ્નૉલી, હવે તમારા પુરાવાઓ ઉપર આવીએ. તમને તમારી પ્રથમ પત્નીથી એક પુત્ર થયો હતો, ખરું?”
(C
હા, હા; અને એ આ રહ્યો.’
“ઠીક, ઠીક; પણ તમે તમારી તે પત્નીથી છૂટાછેડા લીધા ત્યારે એ છોકરો એક વર્ષનો હોવાથી તે તેને સાથે લઈ ગઈ હતી, ખરું? અને તે પછી બેએક વર્ષ બાદ તેણે તમને પત્ર લખીને જણાવ્યું હતું કે, એ છોકરો મરી ગયો છે, ખેરું?”
“હા, હા; અને એ મરી ગયેલો છોકરો મને પાછો મળ્યો, તેથી હું પરમાત્માનો આભાર માનું છું, હે દયાળુ, કરુણાનિધિ, મમતાના સાગર, પરમાત્મા !”
r
“જુઓ, તમે હમણાં તમારા આનંદને બાજુએ રાખો, અને આપણે જે પુરાવાઓ રજૂ કરવાના છે, એ પૂરતું જ બોલો. તો ઠીક, તમારી એ પત્ની કોઈ અજાણી જગાએ કોઈના ઘરમાં નોકરડી તરીકે કામ કરતી હતી, તે દોઢેક વર્ષ ઉપર મરી ગઈ. તેણે પોતાની મરણપથારીએથી તમને કાગળ લખીને જણાવ્યું કે, એ છોકરો મરી ગયાની વાત તેણે જૂઠી જ તમને જણાવી હતી; ખરી રીતે તો તે જીવતો હતો; પણ તમે તેનો કબજો લેવા પ્રયત્ન ન કરો તથા તેના મૃત્યુના સમાચારથી તમે દુ:ખી થાઓ, તે માટે જ તેણે એ ખોટી વાત તમને જણાવી હતી. ખરી રીતે તો એ છોકરો જીવતો હતો અને તેણે એક વિશ્વાસુ માણસ સાથે યૉર્કશાયર તરફની એક સસ્તી નિશાળમાં ઊછરવા અને કેળવણી પામવા મોકલી આપ્યો હતો. તમારી પત્નીએ એ કાગળમાં એમ પણ જણાવ્યું હતું કે, થોડાં વર્ષ સુધી તેનું ખર્ચ તેણે ભર્યા કર્યું, પણ પછી તેની પોતાની સ્થિતિ કંગાળ બનતાં તથા તેને દૂર આજીવિકા માટે ચાલ્યા જવાનું થતાં, તેણે પૈસા મોકલવા બંધ કર્યા. ત્યાર પછી તે છોકરાનું શું થયું, તે એ જાણતી