________________
નિકોલસ નિકલ્પી
પણ નિકોલસ આભારનો એક પણ શબ્દ બોલવા જાય, તે પહેલાં જલદી જલદી તેને થોભાવી દઈ, ડોસાએ ઉપરથી પોતાનું એક કામ કરી આપવા નિકોલસને વિનંતી કરી. તેમણે કહ્યું, “હું તમને બહુ ખાનગી તથા નાજુક કામ સોંપવા માગું છું,- એક જુવાન સ્ત્રી અંગેનું.
""
66
૨૬૪
જુવાન સ્ત્રી અંગેનું, સાહેબ?” નિકોલસ આગળ વધુ સાંભળવાની ઈંતેજારીથી જ વચ્ચે બોલી ઊઠયો.
“હા, હા; એક વખત તમે તે યુવતીને અહીં મારી પાસે આવેલી જોઈ પણ છે. તે યુવતીની માતા જ્યારે કુંવારી હતી અને હું પણ જુવાન હતો, ત્યારે તેને હું પ્રાણપણે ચાહતો હતો. તે સ્ત્રીની બહેન સાથે જ મારા ભાઈ નેડનું પણ લગ્ન થવાનું હતું. પરંતુ લગ્ન થાય તે પહેલાં જ તે મરી ગઈ; અને આ સ્ત્રી પણ મારે બદલે પોતાને મનપસંદ બીજે સ્થળે પરણી ગઈ. મને તે વખતે થોડું દુ:ખ થયું હતું, તેની ના નહીં. પણ મને બરાબર યાદ છે કે, તે પોતાના લગ્નજીવનમાં સંપૂર્ણ સુખી થાય, એવી જ પ્રાર્થના, મારા અંતરમાં પછીથી પણ હંમેશ સ્ફુર્યા કરતી.
“ પણ એ લોકો સુખી થઈ શકયાં નહિ. તેઓ ભારે આર્થિક સંકડામણમાં આવી પડયાં; અને મરતા પહેલાં બારેક મહિના અગાઉ, પેલી સ્ત્રી આવીને મારી આગળ પોતાના દુ:ખ-સંકટની વાત રડી ગઈ. તેનું હૃદય છેક ભાગી પડયું હતું. તેના પ્રત્યે તેનો પતિ છેક જ દુર્વ્યવહાર દાખવતો હતો. મેં તે સ્ત્રીને ખૂબ આર્થિક મદદ કરી. પણ પેલો હરામી બધા પૈસા પડાવી લઈ, પોતાનાં વ્યસનોમાં જ વાપરી નાખતો, અને તેને પાછી વધુ પૈસા માગી લાવવા મારી પાસે મોકલતો. અને હું જેમ જેમ વધુ પૈસા આપતો ગયો, તેમ તેમ પેલાનો સ્વચ્છંદ વધતો ગયો. પછી તો તેણે મારી સાથેના તે સ્રીના નિર્દોષ પ્રેમસંબંધની વાતના જ બીભત્સ ટોણા મારી મારીને તેને વીંધવા માંડી.