________________
૫૦
નિકોલસનું નવું કામ
૧
સ્માઇકની બાબતમાં પોતે જે મૂંઝવણ-ભરી સ્થિતિમાં મુકાયો હતો, તેની વાત બંને શેઠોને તરત જ કરી દેવી જોઈએ, એમ નિકોલસે વિચાર્યું. એટલે, બીજે દિવસે ઑફિસનું કામકાજ પૂરું થવામાં હતું, ત્યારે ભાઈ ચાર્લ્સ એકલા જ મળી શકે તેમ હતું છતાં, તેણે તેમને એકલાને પણ સ્માઇકનો ટૂંક ઇતિહાસ કહી સંભળાવ્યો, અને પોતે તેના બાપ થતા આવેલાને સ્માઇકને પાછો ન સોંપી દીધું, તે
યોગ્ય કર્યું કે નહિ, તે પૂછ્યું.
ચાર્લ્સ ડોસાએ બધું વિચારીને તરત જ કહી દીધું કે, “સ્માઇક પેલા સ્નૉલીનો પુત્ર હોય એમ હું માનતો જ નથી. સાચા પિતાપુત્રની અંદર અરસપરસ થોડો ઘણો કુદરતી હેત-ભાવ પ્રગટયા વિના ન જ રહે. ”
પણ પછી ચાર્લ્સ ડોસાએ, સવારના પહોરમાં, નિકોલસનો કાકો રાલ્ફ બંને ભાઈઓને મળવા આવ્યો હતો તેની વાત કહી; તથા નિકોલસની વિરુદ્ધ એ લોકોના કાનમાં ઝેર ભરી જવામાં સફળ નીવડવાન બદલે ભાઈ નેડ અને ટિમ લિકિંનવૉટરને માંએ કેટલાંક કડવાં સત્યો સાંભળીને કેવો પાછો ગયો, વગેરે વાત કરી. ઉપરાંત, ડોસાએ નિકોલસને ખાતરી આપી કે, નિકોલસનું, સ્માઇકનું, તથા તેનાં મા-બહેનનું જરા પણ અહિત રાલ્ફ ન કરી શકે, તે માટે તેઓ બધા હમેશાં ખડે પગે તૈયાર રહેશે.
૨૬૩