________________
૨૬૦
નિકોલસ નિકલ્બી
ન હતી. પણ મરતી વેળાએ એ પાપની કબૂલાત કરી, તમને બને તો એ છોકરાની ભાળ કાઢવા અને પોતાને હસ્તક લેવા તેણે વિનંતી કરી, – એ બધું ખરું ને?”
-
મિ૦ સ્નૉલીએ તરત પોતાની આંખોમાં આંસુ આવેલાં હોય તે લોહવા કરતો હોય એમ મોં પર રૂમાલ દાબી દીધો.
રાલ્ફ હવે આગળ ચલાવ્યું, “યૉર્કશાયરની એ નિશાળ મિ૦ સ્ક્વેિયર્સની જ નિશાળ હતી અને ત્યાં પેલા છોકરાને ‘સ્માઇક ’ નામથી ભરતી કરવામાં આવ્યો હતો. મિ૦ વિયર્સના ચોપડાઓ સાથે એ બધી તારીખો અને નોંધો બરાબર મળતી આવે છે. તમે તમારી બીજી પત્નીના બે છોકરાઓને પણ તે નિશાળમાં જ મૂકેલા છે. તમે તમારી પત્નીના કાગળની વાત મિ૦ યિર્સને કરી, પણ મારો ભત્રીજો નિકોલસ એ છોકરાનું તેમને ત્યાંથી અપહરણ કરી ગયો હતો. તથા એ નિકોલસને તેમની નિશાળમાં રાખવાની ભલામણ મેં કરી હોવાથી, મિ∞ વિયર્સ તમને મારી પાસે લઈ આવ્યા, અને હું તમને અહીં લઈ આવ્યો છું. હવે તમે તમારા કાગળો આ સૌ સમક્ષ રજૂ કરી દો લગ્નનું સર્ટિફિકેટ, છોકરાના જન્મનું સર્ટિફિકેટ, અને તમારી પત્નીના બે કાગળો; ઉપરાંત તારો દાવો પુરવાર કરે તેવાં બીજાં પણ જે કંઈ લખાણો હોય તે.'
મિ૦ સ્નૉલીએ તરત ટેબલ ઉપર એ બધા કાગળો મૂકયા. રાલ્ફે તેને એ કાગળો નજીક જ ઊભા રહેવા જણાવ્યું; કારણ કે, તે મૂળ લખાણો જ હતાં, અને કદાચ કોઈ ગુમ કરી દે તો પંચાત થાય. નિકોલસે એ કાગળો તપાસ્યા, તો બધા રીતસરના કાગળો જ હતા. સ્માઇક હવે સ્નૉલીની બગલમાંથી નીકળવા તાણાતાણ કરતો, “હું નહીં જાઉં, મારે નથી જવું”, એવી બૂમો પાડવા લાગ્યો.
સ્નૉલી તરત બધાં સામું જોઈને બોલ્યો, “વાહ, કેવી આ બેવફાદારી? માબાપો સંતાનોને આ જગતમાં જન્મ આપે છે, તે આ માટે?”