________________
૨૪૦
નિકોલસ નિકલ્ટી “મને સલાહ આપવાની તમારે તનિકે જરૂર નહિ, સમજ્યા? અને મારા નામ સાથે તમારે કશા વાંદરવેડા ન કરવા, સમજ્યા? મને મિસ વિયર્સ કહેતાં તમને શા ઘા પડે છે? અને ટિલ્ડા, તારા નામ સાથે પણ હવે મારે કશી સગાઈ નહિ, સમજી? મારું છોકરું મરતું બચવાનું હોય, તોપણ તેનું નામ હું કદી ટિલ્ડા ન પાડું, સમજી?”
પણ તું પરણે અને પછી તેને બાળક જન્મે ત્યારે તેના નામની પંચાત કરવાની હોયને? અત્યારે તેનું શું છે, ભાઈ?” જન - બોલ્યો.
આ ઝઘડા દરમ્યાન જાડિયો વેકૉર્ડ તો ટેબલ ઉપર પડેલી ખાવાની વસ્તુઓ મોંમાં તથા ખીસામાં ગુપચુપ ગોઠવ્યે જતો હતો. તેના બાપે તેની એ કુશળતાથી રાજી થઈ આડું જોઈ લીધું હતું. પણ હવે બધાં લડવામાંથી થોડાં થોભ્યાં, એટલે તેના પુત્રનાં પરાક્રમ સી, જોઈ જશે એમ માની, વિયર્સે દેખાડવા ખાતર પોતાના છોકરાના ગાલ ઉપર એક તમાચો લગાવી દીધો અને ઘુરકિયું કરીને કહ્યું “તારા બાપના દુશ્મનોની થાળીમાં પડી રહેલું એઠું ખાય છે? હરામખોર; એ તો ઝેર છે ઝેર!”
ના, ના, કંઈ ઝેર નથી; દીકરા, ખા તારે ખાવું હોય તેટલું; તારા બાપની આખી નિશાળ અહીં હાજર હોત, તો બધાં છોકરાંને હું જિંદગીમાં પહેલી વાર પેટ ભરીને ખવરાવત; ભલે ગમે તેટલું ખરચ થઈ જાય !”
ફિવયર્સે તેની સામે ઘુરકિયું કરીને જોયું અને કહ્યું, “તો તે જ મારા ભાગેડુને ભગાડી મૂક્યો હતો ખરુંને?”
“હા, હા, ભગાડી મૂક્યો હતો, શું છે?”
“જો, જો, દીકરી, તે કબૂલ કરે છે કે, “મેં ભગાડી મૂક્યો હતો, બરાબર સાંભળી લે!” સ્કિવયર્સે દીકરીને સંબોધીને કહ્યું.