________________
સ્માઇકનો બાપ !
૨૫૭
ગળે વળગી પડી અને તેને રાલ્ફ સુધી પહોંચતો રોકવા લાગી. બ્રાઉડી પણ રાલ્ફ અને નિકોલસની વચ્ચે જઈને ઊભો રહ્યો.
“એની કશી વાત ન સાંભળશો; એ માણસને મારા ઘરમાં પેસવાનો અધિકાર નથી; હું એને ઓળખતો નથી; એ માણસનું અહીં આવવું મારી વહાલી બહેન કેટના અપમાનરૂપ છે. ચાલ, નીકળ, મારા ઘરમાંથી —” નિકોલસ જોરથી તડૂકયો.
રાલ્ફ મિસિસ નિકલ્બીને ઉદ્દેશીને બોલ્યો, “જુઓ, એની વાત સાંભળતાં પહેલાં મારી એક વાત સાંભળી લો.”
“અરે, એ બદમાશ અબઘડી મારા ઘરમાંથી નીકળી જાય, નહિ તો હું તમારા કોઈનો વાર્યો રોકાવાનો નથી. એ કાયર બદમાશ શું મોઢું લઈને મારા ઘર આવ્યો છે? ચાલ, નીકળ —”
પણ એટલામાં બ્રાઉડી બારણા પાછળ લપાયેલા સ્ક્વેિયર્સને જોઈ ગયો. તે બોલી ઊઠયો, “અલ્યા માસ્તર, તું તારું ભૂંડું માં બતાવ ને! અંધારામાં સંતાડી શા માટે રાખે છે?”
વિયર્સને તરત જ છતા થવું નહોતું; પણ બ્રાઉડીએ તેને બોલાવ્યો, એટલે તે જરા સંકોચાતો અંદર આવ્યો.
"C
રાલ્ફ હવે બોલ્યો, ‘આ છોકરડો મને સંભળાવે છે કે, તેને મારી સાથે કશી સગાઈ નથી; પણ ખરી રીતે તો મેં જ તેની સાથેનો બધો સંબંધ કયારનો તોડી નાખ્યો છે. આજે તો હું એક બાપને તેના કાયદેસર પુત્રનો કબજો અપાવવા આવ્યો છું,— જે પુત્રને આ ડાકુ મિ∞ યિર્સની નિશાળમાંથી ભગાડી લાવ્યો
છે.”
“હા, હા, તારે જે જૂઠાણાં ઊભાં કરવાં હોય તે કર!”
(6
“પણ તે છોકરાનો બાપ અહીં મારી સાથે જ બધા પુરાવાઓ
સહિત આવેલો છે; અને કોઈના કાયદેસર છોકરાને ઉપાડી જઈ છુપાવી રાખવો એ કેવો ગુનો થાય, તેની હમણાં જ હું તને ખબર પાડું છું.”
નિ.-૧૭