________________
૨૫૫
મુલાકાતો: ગમતી-અણગમતી 'છએક પેન્સ તને આપત. પણ હવે તો તું મારી સાથે સોદા-કડદા કરવાની હિંમત કરે છે! તો જા, તને હું એક પેની પણ આપતો નથી અને આપવાનો નથી.”
આટલું કહી, રાલ્ફ તરત તેના તરફ જોયા પણ વિના આગળ ચાલતો થયો.
ઘેર આવતાં જ રાલ્ફ ન્યૂમૅનને પ્રશ્ન પૂછયો: “પેલા લોકો આવ્યા છે?”
“અર્ધા કલાક થયો. બે જણ છે. તમારા કમરામાં.” “તો જલદી જઈને એક કોચ-ગાડી ભાડે કરાવી લાવ.”
ન્યૂમૅનને આ વાત અસાધારણ લાગી. રાલફ નિકલ્બીને તેણે આખી જિંદગીમાં કોચ-ગાડીમાં બેઠેલો કદી જોયો ન હતો.
તે ઘોડાગાડી લઈ આવ્યો કે તરત રાફ, વિયર્સ અને એક ત્રીજો માણસ- જેને ન્યૂમેન ઓળખતો ન હતો,-તે અંદર બેસી ગયા.
રાલ્ફ ઘોડાગાડીવાળાને જે ઠેકાણે ઘોડાગાડી લેવા કહ્યું, તે અચાનક ન્યૂમૅન સાંભળી ગયો: તેઓ નિકોલસને નવે ઘેર જતા હતા! - ન્યૂમેન ચિતામાં પડી ગયો; પણ હવે શું થાય? તે હજુય વિચારમાં ને વિચારમાં થોડી વાર બહાર ઊભો રહી, રાલ્ફની ઑફિસે પાછો ફર્યો. પણ એટલામાં એક ઘરડા માણસે તેની પાસે એવી દીનતાથી
ખાવા માટે કંઈક માગ્યું કે, તેણે પોતાના ટોપામાં કે રૂમાલને છેડે ક્યાંક સાચવી રાખેલો અર્ધો પેની શોધવા માંડ્યો. દરમ્યાન પેલો માણસ એકાદ વાત એવી બોલી બેઠો કે, ન્યૂમેને સીધા તેની બગલમાં હાથ નાંખી ચાલવા માંડ્યું અને તેને વિશેષ વાતો પૂછવા માંડી.