________________
- મુલાકાતો: ગમતી-અણગમતી
૨૫૩ એટલી બધી કોશિશ બાદ તમે અચાનક રસ્તામાં જ આમ ભેગા થઈ ગયા !”
“બેટમજી, ભીખ માગવાનો વારો આવો જ શિરસ્તો હોય, તો મને કંઈ વાંધો નથી; પણ મારી આગળ એ શિરસ્તો અજમાવવો નકામો છે, અને ભીખ માગીને જીવવા ઇચ્છનારે લંડન શહેર સુધી આવવાને બદલે ગામડાં તરફ જવું વધુ સારું છે.”
પણ અત્યારે હું બહુ ખરાબ સ્થિતિમાં આવી ગયો છું. એટલે જ્યાં મિત્ર રાફ નિકબી હોય ત્યાં જ મારે આવવું જોઈએ.”
કામ કર; અને મજૂરી કરીને રોટલો કમાતાં શીખ; આવાં ભાષણો આપવાથી રોટલો પેદા ન થાય! અને રાફ નિકબી પાસેથી ભીખીને રોટલો મેળવનાર હજુ જનમવો બાકી છે.”
પણ તો મને કામ આપો. વીસ વર્ષ અગાઉ હું તમને કામ લાવી આપતો, એ યાદ છે ને? છેવટનો જે એક ધંધો મેં તમને લાવી આપ્યો, તેના નફામાં મેં થોડો ભાગ માગ્યો, એટલે તમે મને તગેડી મૂક્યો. જોકે, વધુ સાચું કહેવું હોય તો, દસ પાઉંડ અને અમુક શિલિંગનું જૂનું લેણું મારી પાસે કાઢી, ઉપર પચાસ ટકા વ્યાજ ચડાવી, તે રકમ ઓળવવા બદલ તમે મને કેદ જ પકડાવી દીધો હતો.”
મને કંઈક યાદ આવે છે. પણ એ બધું અત્યારે યાદ કરવાની શી જરૂર છે?”
કેદમાં પુરાયા પછી, મે તમારી માફી માગી, અને તમે મને પાછો તમારી નોકરીમાં લીધો. મેં તમારી વફાદારીથી સેવા બજાવી, – જોકે તમે મારી સાથે કૂતરા જેવું જ વર્તન રાખતા. બોલો, મેં વફાદારીથી તમારી સેવા બજાવી હતી કે નહિ?”
પણ તને તારો પગારેય મળતો હતો ને? પછી એ વાત યાદ કરવા-કરાવવાની શી જરૂર? યાદ કરવાનું હોય તો મારે કરવાનું છે કે, હજુ તારે મારું થોડું ઘણું દેવું ચૂકવવાનું બાકી છે. પણ હું હવે ભલમનસાઈથી તે ભૂલી જવા માગે છે.”