________________
४७
મિ ફ્રેન્ક ચિયરીબલ
૧
સ્માઇકની બાબતમાં નિકોલસને ધમકી આપી, સ્કિવયર્સ પોતાનાં પુત્ર પુત્રી સાથે ચાલ્યો ગયો, ત્યાર બાદ બ્રાઉડી દંપતી અને નિકોલસ પોતાનું ભોજન પરવારવા નિરાંતે બેઠાં.
પણ ‘નિરાંત ' જાણે આજે તે લોકોથી દૂર જ ભાગ્યા કરતી હતી. થોડી વારમાં જ, વીશીમાં કંઈક ધાંધલ અને મારામારી મચ્યાં હોય, એવો અવાજ તેમના કમરામાં સંભળાયો.
નિકોલસ, “શું છે? શું છે?” કરતો બહાર નીકળ્યો. જૉન બ્રાઉડી પણ તરત પાછળ જતો હતો; પરંતુ મિસિસ બ્રાઉડીએ ફીકી પડી જઈ રૂંધાતે અવાજે તેને જણાવી દીધું કે, ‘ જો એ બધી મારામારીમાં કે ધાંધલમાં તમે દોડી ગયા છો, તો મને હિસ્ટીરિયાની તાણ શરૂ થઈ જાણજો !'
બ્રાઉડી એ ધમકીથી જરા થોભ્યો. પણ પછી નિકોલસ એકલો બહાર ગયો હોવાથી, ધણિયાણીનો હાથ બગલમાં ઘાલીને, તેને પણ સાથે લઈને જ બહાર નીકળી આવ્યો.
કૉફીરૂમની ઓસરી આગળ આ બધું ધાંધળ મચેલું હતું. ગ્રાહકો, વેઇટરો અને તબેલાના માણસો બધા ત્યાં એક જુવાનિયાની આસપાસ ઘેરાઈ વળ્યા હતા. તે જુવાનિયાના પગ ઉપર જોડા ન હતા; પણ સામે ખૂણે ઢગલો થઈને પડેલા એક માણસ આગળ બે જોડા પડયા હતા. તેનો એક જ અર્થ થતો હતો કે, એ જુવાનિયાએ પેલા
૨૪૨