________________
મૅડમ મૅન્ટેલિનીનું દેવાળું ૧૪૧ નહિ; આ ઓરડામાં તમારે આવવાનું હોય નહિ.” પણ પેલો “ગોલામ’ તો બંડ પોકારીને, હળવે પણ ઠેકડા ભરતી ચાલે અંદર આવ્યો જ, અને આવતાં આવતાં હોઠ વડે સિસકારા ભરી એ “ગુલાબ'ને હવામાં ચુંબન કરવા લાગ્યો.
મારી એ રળિયામણી ચાંદની તેના સુંદર મને આવું કાળુંઅંધારું કરીને કેમ બગાડી બેઠી છે?” આટલું કહી તેમણે પત્નીની કમરે હાથ વીંટાળ્યો.
બસ, દૂર રહો, હું તમારી વાતો હવે સહન કરી શકતી નથી.”
“હું? મારી વાતો સહન નથી થઈ શકતી, એવું આ પૃથ્વી ઉપરની જીવતી કોઈ ઉમરાવજાદી કે રાજકુમારી કહી શકે, એમ હું માનતો જ નથી.”
“તમારું આટલું બધું ઉડાઉપણું? હદ થઈ ગઈ! એમ તો મારો વેપારધંધો બધું પાયમાલ થઈ જાય.”
પણ જેના હાથમાં સ્વર્ગની અપ્સરાઓની મહારાણી આવી હોય, તે બિચારો પોતાના રાજીપામાં આવી જઈ જરા પાગલ બની જાય, જરા ઉડાઉ થઈ જાય, એમાં નવાઈ શી?”
પણ તમે મને ખર્ચના કેવા ઊંડા ખાડામાં ઉતારી દીધી છે, એ તો વિચારો.”
“અરે, એટલા ખર્ચથી કશું બગડી જવાનું નથી; પૈસા તો આવી રહેશે. અને જોઈએ તેટલા જલદી નહિ આવે, તો બુઢા નિકબી પાસેથી ઉધાર લઈ આવતાં શું થાય છે?”
મેડમે ધીરેથી સિસકારો કરી, મિ0 મેન્ટેલિનીનું ધ્યાન ત્યાં ઊભેલી રાફ નિકલ્બીની ભત્રીજી કેટ તરફ ખેંચ્યું. એટલે મિ૦ મેન્ટેલિનીએ જરા ધીમેથી પોતાની વાતો ચલાવી. મૅડમના દરેક વાંધાનો યોગ્ય જવાબ ચુંબનોની યોગ્ય સંખ્યાથી મિત્ર મૅન્ટેલિનીએ હિસાબભેર વાળવા માંડ્યો, એટલે થોડી વારમાં મૅડમ પાછી પીગળી ગઈ, અને