________________
૧૩૯ :
મૅડમ મેન્ટેલિનીનું દેવાળું “બહેન, તું શા માટે આમ કરે છે? હું અહીં રહેવા થોડો જ આવ્યો હતો? હું તો સાચી વાત એક વાર તમને કહી સંભળાવવા જ આવ્યો હતો. હવે હું થોડો વહેલો અહીંથી ચાલ્યો જઈશ એટલું જ. જ્યારે સારા દિવસ આવશે ત્યારે આપણે બધાં એવી રીતે ભેગાં રહીશું, કે જેથી કોઈ આવીને આપણને છૂટાં નહિ પાડી શકે. બહાદુર થા, બહેન. હું અહીં હોઈશ તો તમારે પણ રવડતાં થવું પડશે. મારી મા એ વસ્તુ બરાબર સમજે છે. એટલે જ્યારે મારે પોતાને ઘેર હું તમને લઈ જઈ શકું એવો થઈશ, ત્યારે જ હું ફરીથી તમને માં બતાવવા આવીશ.”
આટલું કહી નિકોલસ કેટને પોતાનાથી છૂટી પાડીને, રાફ સામું જોઈ એટલું જ બોલ્યો, “કાકા, એટલું યાદ રાખજો કે, હું બધો હિસાબ બરાબર રાખવાનો છું, અને એક દિવસ તમારે ચક્રવૃદ્ધિ વ્યાજ સાથે એ હિસાબ મને ચૂકતે કરવો પડશે.”
૨૫ મેડમ મેન્ટેલિનીનું દેવાળું
બનેલા બનાવોને આઘાતથી કેટ નિકળી ત્રણ દિવસ સુધી પોતાની નોકરીએ હાજર થઈ શકી નહિ. ચોથે દિવસે જ્યારે તે હાજર થઈ, ત્યારે તેણે જોયું કે, મિસ નેગની દાઝ જરા પણ ઓલવાઈ નહોતી – ઊલટી કંઈક વધુ ભભૂકી હતી. મિસ નેગે તરત જ પોતાની આસપાસ બીજી બાઈઓનું મંડળ એકઠું કરીને કેટ સાંભળે તે રીતે બોલવા માંડ્યું –
મેં તો માન્યું હતું કે, કેટલાંક લોકોમાં એટલી અક્કલ હોતી હશે કે, સાચા દિલનાં માણસોને પોતાના આવવાથી તકલીફ થાય છે એવું જાણ્યા બાદ, તેઓ પોતાની મેળે જ સમજી જઈને, આવતાં