________________
૨૦૨
નિકોલસ નિકલ્બી બુઢ્ઢા સદ્ગુહસ્થને પણ ત્યાંનાં પાટિયાં ફરી ફરીને જોતા જોયા. ડોસાનાં કપડાં જરા ખૂલતાં હતાં, – તેમના સ્કૂલ શરીરને જોઈએ તે કરતાં પણ જરા વધારે ખૂલતાં હતાં. પરંતુ બધાં બરાબર સુઘડ હતાં, તથા એ સદગૃહસ્થના ચહેરા પર દેખાતી મોકળાશને જ જાણે બરાબર બંધબેસતાં થતાં હતાં.
તેમની આંખોમાં બાળક જેવી નિર્દોષતા હતી અને ઉપરાંતમાં ઉદાત્ત સ્વભાવને છાજે તેવી વિનોદવૃત્તિ પણ હતી. તેથી પાટિયાં જોતાં જોતાં છતાં, વચ્ચે વચ્ચે નિકોલસ તેમની આંખો સામું જોવાની વૃત્તિ રોકી શકતો ન હતો.
અને, ભગવાનની દુનિયામાં પણ કોણ જાણે કેવા મેળ ઘડાયેલા હોય છે કે, એ બુઢ્ઢા સથ્રહસ્થને પણ નિકોલસની મુખ-કાંતિમાં એવું કંઈક આકર્ષક લાગ્યું હતું કે, તે પણ તેની સામે જોવા પોતાનું મોં તેની તરફ અવારનવાર ફેરવતા હતા.
અને, ગણિતની ગણતરી મુજબ, એ બંને એકબીજા તરફ એકીવખતે જ જોવા વળ્યા હોય એમ ઘણી વાર બની જતું. એવું થાય ત્યારે દરેક વખતે નિકોલસ, જાણે કાંઈ ગુનો કરતાં પકડાઈ ગયો હોય તેમ, ઝટપટ માં પાછું ફેરવી લેતો.
એ ડોસા હવે ત્યાંથી વિદાય થવા લાગ્યા. તેવામાં નિકોલસની નજર પાછી તેમની નજર સાથે એક થઈ ગઈ; તેથી છોભીલા પડી, કંઈક થોથવાતી જીભે તેણે તેમની એ બદલ માફી માગી.
ના રે ના, કાંઈ નહિ, કાંઈ નહિ,” ડોસાએ જરા હસીને તેનો જવાબ આપ્યો.
ડોસાનો અવાજ પણ એમના વિશાળ કલેવર અને તેથી વધુ વિશાળ અંતરને અનુરૂપ હતો. ડોસાના એવા આવકારપાત્ર અવાજથી વધુ હિંમત ધરી નિકોલસે તેમની સાથે વધુ વાતચીત કરવાના લોભે કહ્યું, “ઘણી ઘણી તકો અહીં રજૂ થયેલી છે,
નહીં?”