________________
ર૭
નિકેલસ નવું પાનું ખેલે છે
નિકોલસે પોતાનું ઘરભાડું- ફર્નિચરભાડું વગેરે બધું ચૂકવી દીધા બાદ હિસાબ ગણી જોયો, તો તેની પાસે માંડ વીસેક શિલિંગની આસપાસ મૂડી બચતી હતી. તે અને જે કંઈ બાંધવા જેવો સામાન હતો તે, ન્યૂમૅન અને સ્માઈકની મદદથી સમેટી લઈ, એ બને પોતાના વફાદાર સાથીઓ સાથે જ તે પગપાળો ચાલી નીકળ્યો. - થોડે દૂર સુધી સાથે આવી ન્યૂમેન પાછો વળ્યો; પછી જરા નિર્જન રસ્તો આવ્યો એટલે નિકોલસે સ્માઈકને કહ્યું, “જો ભાઈ, આપણે પોર્ટસ્મથ તરફ જવું છે. તે બંદર છે; અને બીજો કંઈ ધંધો નહિ મળે, તો પછી આપણે વહાણ ઉપર ચડી જઈ જ્યાં જવાય ત્યાં ચાલ્યા જવું છે. હું જુવાન માણસ છું અને મજબૂત છું, એટલે વહાણવાળા મને ખાધા સાટે વહાણ ઉપર લઈ લેવા જરૂર તૈયાર થશે. તું પણ વહાણમાં ઘણી ઘણી રીતે ઉપયોગી થઈ પડે તેવો છે.”
“હા, હા, પણ તમે મને છોડી તો નહિ દો ને?”
“ના, ભાઈ, ના; એ વાતની ખાતરી રાખજે કે, હવે તો જ્યાં હું હોઈશ ત્યાં તે પણ સાથે જ હોઈશ,– ભૂખે મરવામાં પણ અને કામકાજમાં પણ. પણ આજે હું તને એક વાત પૂછું. તારાથી થાય તેટલો પ્રયત્ન કરીને-યાદ લાવીને મને કહે કે, તું યૉર્કશાયર ગયો તે પહેલાં તું કયાં હતો, તારી સાથે કોણ હતું, તથા તને યોર્કશાયર કોણ મૂકી ગયું હતું?”
૧૪૮